Home> Gujarat
Advertisement
Prev
Next

"દેવું કરીને ઘી પીવા" વાળી નીતિ, ગુજરાતની દરેક જનતા પર 66 હજાર કરોડનું દેવુંઃ અમિત ચાવડા

ગુજરાતની ડબલ એન્જિન સરકારની "દેવું કરીને ઘી પીવા" વાળી નીતિ. ગુજરાતમાં ૨૦૨૪માં જન્મ લેનાર બાળકના માથે ૬૬,૦૦૦ રૂપિયાનું દેવું, જયારે ૨૦૨૭-૨૮માં બાળક જન્મ લેશે તો ૮૯,૦૦૦ રૂપિયા દેવું લઇ જન્મશે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યાં હતા.
 

ગાંધીનગરઃ કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યું જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે ૬ કરોડની જનતા છે એના માથા પર પણ દિવસેને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે એ મુજબ  વર્ષ ૨૦૨૩- ૨૪ માં જાહેર દેવું ૩,૭૭,૯૬૨ કરોડ રૂપિયા છે એજ પ્રમાણે વર્ષ ૨૦૨૪- ૨૫માં સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું દેવું ૩,૯૯,૬૩૩ કરોડ રૂપિયા થયું જે. જો  ૬ કરોડની વસતી ગણીએ તે મુજબ પ્રતિ વ્યક્તિ ૬૬,૦૦૦ દેવું આજે ગુજરાતના દરેક વ્યક્તિના નામે અને નવા જન્મ લેનાર બાળકનાં માથે છે. એજ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ નો અંદાજ રજૂ થયો એ મુજબ અંદાજ વધીને ૪,૫૫,૫૩૭ કરોડ રૂપિયા થશે, આગામી ત્રણ વર્ષનો અંદાજ જોઈએ તો વર્ષ ૨૦૨૬-૨૭ના અંતે દેવું વધીને ૪,૭૩,૬૫૧ કરોડ રૂપિયા થશે.

fallbacks

વર્ષ ૨૦૨૬-૨૭ નો અંદાજ પ્રમાણે દેવું ૫,૩૮,૬૫૧ કરોડ રૂપિયા થશે, એટલે ત્રણ વર્ષ પછી બાળક જન્મ લશે તેં માથે વર્ષ ૨૦૨૭-૨૮ ના વર્ષમાં દેવું વધીને ૮૯,૦૦૦ પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે. એટલે ઉત્સવો, તાયફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા જે દેવું વધી રહ્યું છે, તે બજારમાંથી લોનો લેવાઈ રહી છે. 

આ પણ વાંચોઃ હાર.... હાર... હાર...... વચ્ચે કોંગ્રેસ ગુજરાતમાં 64 વર્ષ બાદ કરવા જઈ રહી છે આ કામ

આજે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપ્યા છે એ મુજબ છેલ્લા બે વર્ષમાં જે બજારમાંથી રાજ્ય સરકારે લોન લીધી એ નાણાંકીય સંસ્થાની લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે. ખાલી બજારમાંથી લેવામાં આવેલ લોનનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં લગભગ ૯૪,૦૦૦ કરોડની લોન બજારમાંથી લેવામાં આવી છે, એનો સ્પષ્ટ મતલબ છે કે દિવસે દિવસે સરકાર દેવું વધારી રહી છે. સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને રાજ્યના દરેક વ્યક્તિના માથે દેવું વધી રહ્યું છે એવી નાણાંકીય વ્યવસ્થા આ સરકારે ઊભી કરી છે જે આવનાર દિવસોમાં આપણાં સૌના માટે ખૂબ ચિંતા જનક બાબત છે. 
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More