Home> Gujarat
Advertisement
Prev
Next

'સોનિયાજી, મારા પતિને CM બનવું છે, તેઓ કોંગ્રેસમાં રહીને જ કોંગ્રેસને ખતમ કરે છે', ભરતસિંહના પત્નીનો વીડિયો વાયરલ

અમેરિકામાં રહેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને કથિત પત્ર લખ્યો છે.

'સોનિયાજી, મારા પતિને CM બનવું છે, તેઓ કોંગ્રેસમાં રહીને જ કોંગ્રેસને ખતમ કરે છે', ભરતસિંહના પત્નીનો વીડિયો વાયરલ

ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. રાજકીય નેતા ભરતસિંહ સોલંકી પર તેમની પત્ની રેશ્મા સોલંકીએ એક કથિત પત્ર લખીને ગંભીરમાં ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયામાં રેશ્મા સોલંકીનો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં ભરતસિંહ પર અનેક આક્ષેપ કરાયા છે. તમને જણાવીકે આ પત્ર અગાઉ વાયરલ વાયરલ થયો હતો. પરંતુ ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. 

fallbacks

અમેરિકામાં રહેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને કથિત પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગતા હોવાનો આરોપ લગાવતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે.

'22 વર્ષની યુવતીઓથી લઈને વૃદ્ધાઓ સાથે મારા પતિને અનૈતિક સંબંધ...', ભરતસિંહ ફરી ભરાયા!

રેશ્મા સોલંકીએ ભરતસિંહ સોલંકી વિશે કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. તેઓ પીએમ મોદી સાથે મળેલા છે. 

રેશ્મા સોલંકીએ પત્રમાં દાવો કર્યો છે કે ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. આ મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવી છે. આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામાં જ ખર્ચાઈ જાય છે. મે તેમને અનેક વાર સમજાવ્યા હોવા છતાં તેઓ સમજતા નથી. 24 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરૂધ્ધ મારા તેમની  સાથે લગ્ન થયા હતા. પરંતુ મને પત્ની તરીકેનો કોઇ અધિકાર ન આપ્યો અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ ઠંડી તો કંઈ નથી, હજુ તો કોકડું વળી જશો! 

રેશ્મા સોલંકીએ ઉમેર્યું હતું કે, મારા દિયર અમિત ચાવડા બધુ જાણતા હોવા છતાં રાજકીય કારકિર્દી બનાવવા મુક સંમતિ આપે છે. જે ઘરની મહિલાઓને ન્યાય ન અપાવી શકતા હોય એ રાજ્યની મહિલાઓને શું ન્યાય અપાવશે? મારા સસરા માધવસિંહ સોલંકી પણ ભરતસિંહ સોલંકીથી નારાજ હતા. રાજકારણમાં ભરતસિંહનુ સ્થાન માત્ર માધવસિંહના કારણે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે. ભરતસિંહ માટે કોંગ્રેસ માત્ર વ્યવસાય અને ગુનાઓ ઢાંકવાનું માધ્યમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More