Home> Gujarat
Advertisement
Prev
Next

એહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી સમયે મને 40 કરોડની ઓફર હતી: હર્ષદ રીબડીયા 

કૉંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢમાં મળેલી એક બેઠકમાં હુંકાર કરીને ભાજપને મૂંહતોડ જવાબ આપ્યો છે. તેમણે હુંકાર કરતા જણાવ્યું છે કે, મારી ભાજપમાં જોડાવાની વાત અફવાહ માત્ર છે.

એહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી સમયે મને 40 કરોડની ઓફર હતી: હર્ષદ રીબડીયા 

ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કદ્દાવર નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે તેવા એક સમાચાર વહેતા થયા હતા. પરંતુ જૂનાગઢમાં એક બેઠક દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખુલાસો કરીને મોટું નિવેદન આપ્યું છે.

fallbacks

કૉંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢમાં મળેલી એક બેઠકમાં હુંકાર કરીને ભાજપને મૂંહતોડ જવાબ આપ્યો છે. તેમણે હુંકાર કરતા જણાવ્યું છે કે, મારી ભાજપમાં જોડાવાની વાત અફવાહ માત્ર છે. વિસાવદર તાલુકાના ભલગામે એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને તેમણે અફવાહ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

ભેદ ઉકેલાયો: મહિલાએ હારીજના વેપારીને એકાંતમાં બોલાવ્યો, નિર્વસ્ત્ર થઈ નગ્ન વિડિઓ ઉતાર્યો, પછી...

કૉંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિસાવદર તાલુકાના ભલગામે એક કાર્યક્રમમાં એક વાતનો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એહમદ પટેલની રાજ્ય સભાની ચૂંટણી સમયે આજ લોકોએ મને ક્રોસ વોટિંગ કરીને તેમને વોટ નહીં આપવા માટે મને 40 કરોડની ઓફર કરી હતી. પરંતુ મેં સ્વીકારી નહોતી. સિંહ કોઇ દિવસ ખડ નો ખાઈ. આ નિવેદન બાદ બેઠકમાં હાસ્ય ફેલાઈ ગયું હતું.

અહો આશ્ચર્યમ! સુરતમાં પાણીની ટાંકીમાંથી આ શું મળ્યું? લોકોમાં ડરનો માહોલ, જાણો શું છે ઘટના?

મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો જાહેરમંચનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે ભાજપ પર આડકતરી રીતે મનોબળ તોડવા આવા કાવાદાવા કરવાનો આક્ષેપ લગાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More