Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા, કર્યાં ખુલાસા

વલસાડના કપરાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી (Jitu Chuadhary) સંપર્ક વિહોણા બન્યા હતાં. ગુરૂવારે કપરાડાના ધારાસભ્યએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ સોંપ્યુ હતું. આ સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રાજીનામુ આપ્યું હતું. 35 વર્ષ કોંગ્રેસી રહેનારા જીતુ ચૌધરીએ અંતે જિંદગીના 54માં વર્ષે રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) સમયે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ત્યારે તેઓ રાજીનામુ સોંપ્યા બાદ મીડિયાથી ગાયબ રહ્યાં હતા. આખરે જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા અને રાજીનામા મુદ્દે ખુલાસા  કર્યાં છે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા, કર્યાં ખુલાસા

જય પટેલ/વલસાડ :વલસાડના કપરાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી (Jitu Chuadhary) સંપર્ક વિહોણા બન્યા હતાં. ગુરૂવારે કપરાડાના ધારાસભ્યએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ સોંપ્યુ હતું. આ સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ રાજીનામુ આપ્યું હતું. 35 વર્ષ કોંગ્રેસી રહેનારા જીતુ ચૌધરીએ અંતે જિંદગીના 54માં વર્ષે રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) સમયે કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ત્યારે તેઓ રાજીનામુ સોંપ્યા બાદ મીડિયાથી ગાયબ રહ્યાં હતા. આખરે જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા અને રાજીનામા મુદ્દે ખુલાસા  કર્યાં છે.

fallbacks

કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું

તેમણે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે,  વલસાડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિશન પટેલના કારણે મેં રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી વખતે તેઓએ મને હરાવવાના પ્રયાસ કર્યા હતા. કિશન પટેલે  મતદાનના આગળના દિવસે આદિવાસી સમાજમાં પત્રિકા ફેરવી મને હરાવવાના પ્રયાસો પણ કર્યા હતા. કિશન પટેલની પક્ષ વિરોધી પ્રવૃતિ અંગે એક વર્ષ સુધી મેં પ્રદેશ કોંગ્રેસ અને દિલ્હી સુધી પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં પાર્ટીએ કોઇ પગલા નહીં લેતા નારાજ થઈને રાજીનામું આપ્યું છે. 

Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ 

જીતુ ચૌધરીએ 30 વર્ષ અગાઉ કાકડકોપરના સરપંચ બની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી પંચાયત સભ્ય બન્યા બાદ સતત ચાર ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.  કપરાડા આદિવાસી પટ્ટામાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કપરાડા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે. ભાજપના તમામ પ્રયાસો છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More