Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરાનું ભયાનક અકસ્માતમાં મોત, વોલ્વોના ફૂરચેફૂરચા ઉડી ગયા

લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરાનું ભયાનક અકસ્માતમાં મોત, વોલ્વોના ફૂરચેફૂરચા ઉડી ગયા

હિમાંશુ ભટ્ટ/મોરબી :લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ગંગટોક ફરવા ગયો હતો. ત્યારે શીલીગુડીથી બહેરામપુર વચ્ચે વોલ્વો બસને અકસ્માત થયો હતો. જેમાં વિશાગ કગથરાનું મોત થયું છે. 

fallbacks

સોમનાથમાં શિશ ઝૂકવતા પહેલા અમિત શાહે હેલિકોપ્ટરથી કરી મંદિરની પ્રદક્ષિણા

વિશાલ કગથરા તેના પરિવાર સાથે પશ્વિમ બંગાળની ટુર પર ગયો હતો. તે કોલકાત્તાથી ફ્લાઈટમાં પરત ફરવાના હતા, પરંતુ ફ્લાઈટ ચૂકી જતા, તેઓ બાય રોડ બહેરામપુરા આવવા નીકળ્યા હતા. તેઓ જે વોલ્વોમાં સવાર હતા, તે એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિશાલનું એક્સિડન્ટમાં મોત નિપજ્યું હતું. 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
વિશાલ કગથરાના મૃત્યુ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં થયેલ માર્ગ અકસ્માતની માહિતી પણ લલિતભાઈના ભત્રીજા જયેશભાઈ પાસેથી ટેલિફોન દ્વારા જાણકારી મેળવી ત્યાંના સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમા રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવા પણ વાત કરી છે.
ગુજરાતના માછીમારનું કુવૈતમાં મોત, મધદરિયે ચાંચિયાઓએ ધડાધડ 3 ગોળીઓ મારી

fallbacks

આ ઘટનાને પગલે કોંગ્રેસના પ્રદેશ મોવડીઓ તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. તેમજ વિશાલના મૃતદેહને વતનમાં પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આ ઘટના અંગે શોક વ્યક્ત કરાયો છે. 

એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી  

માથુ રાખ્યું હતું બારીની બહાર
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલ કગથરાએ પોતાનુ માથુ બારીની બહાર રાખ્યું હતું. ત્યારે બાજુમાંથી અચાનક ટ્રક પસાર થતા તેનુ માથુ ટ્રક સાથે અથડાયુ હતું. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, આ અકસ્માત બહુ જ ગંભીર હતો. અકસ્માતમાં વોલ્વો બસની હાલત પરથી સમજી શકાય છે કે, મુસાફરો કેવી રીતે ઈજાગ્રસ્ત થયા હશે. આ અકસ્માતમાં અન્ય કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની માહિતી હજી સામે આવી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More