અમદાવાદ :ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વાહન ચાલકનો સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત પછી ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે ગાડી તે પોતે નહિ, પણ તેમનો ડ્રાઈવર ચલાવતો હતો. જે અકસ્માત પછી ફરાર થઈ ગયો છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે, આટલી મોટી ઘટના પછી ખુદ ધારાસભ્યનો ડ્રાઈવર ફરાર કેવી રીતે થયો. તો બીજી તરફ મૃતકનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે, ગાડી ડ્રાઈવર નહિ, પણ પ્રફુલ પટેલનો દીકરો કે અન્ય કોઈ પરિવારજન ચલાવી રહ્યું હતું. તેને હાલ છાવરવામાં આવી રહ્યો છે.
BRTS બાદ અમદાવાદના કારચાલકો પણ બેખોફ, 3 કલાકના ગાળામાં 2 હિટ એન્ડ રન થયા
મૃતકની પત્નીનો વિલાપ
ખેતી કરીને પરિવારનું પેટ ભરનાર પ્રફુલ પટેલના પત્નીએ વિલાપ કરતા કહ્યું હતું કે, હવે અમે કેવી રીતે જીવીશુ, કેવી રીતે ખાઈશું, મારા બાળકોને કેવી રીતે મોટા કરીશ. મારા પતિને સમયસર સારવાર મળી હોય તો તે આજે જીવતા હોત. ડ્રાઈવર તો ફરાર થઈ ગયો હતો. ત્યાં નજીક કોઈ મારા પતિને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અમે ખેતીવાડી કરતા હતા, હવે અમે ગુજરાન કેવી રીતે ચલાવીશું. અમારો આરામ તેણે છીનવી લીધું છે, અને તે ફોન પર અમને કહે છે કે હુ હાલ આરામ ફરમાવી રહ્યો છું.
પુત્રએ આક્ષેપ કર્યો...
ન્યાય માંગી રહેલા પ્રફુલભાઈના પુત્રએ જણાવ્યું કે, અમે કાલે કેસ કર્યો હતો પણ આગળ હજી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રાજનીતિવાળા કેસ દબાઈ રહ્યા છે. ચલાવનાર મિનીમમ 100ની સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો, તેથી કોઈ ડ્રાઈવર આવી સ્પીડે ગાડી ન ચલાવી શકે. કાં તો શૈલેષ પરમાર ખુદ હોય, અથવા તેમનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હોઈ શકે. ધારાસભ્ય અમને મળવા આવ્યા નથી જે સૌથી મોટું પ્રુફ છે કે તે ગુનામાં છે. ધારાસભ્ય પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અથવા તો પરિવારનો કોઈ સદસ્ય ચાલક હોઈ શકે છે. પોલીસ આ સમગ્ર મામલામાં પોલીસ રાજકીય નેતાને છાવરી રહ્યો છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે હજી માનવતા નથી દાખવી
આમ, મૃતક પ્રફુલભાઈના પરિવારે આક્ષેપ કર્યો છે કે, શૈલેષ પરમાર પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો બીજી તરફ, 12 કલાક વીતી ગયા બાદ પણ ધારાસભ્ય શૈલેશ પરમારે મૃતકના પરિવારજનોની કોઈ મુલાકાત લીધી નથી. આમ, વિરોધ પ્રદર્શનો માટે અને વોટ માંગવા રસ્તા પર નીકળી પડતા ધારાસભ્યએ આ કિસ્સામાં પીડિત પરિવારને મળવાની તસ્દી સુદ્ધા નથી લીધી.
શૈલેષ પરમારે શું કહ્યું....
ઘટના બાદ શૈલેષ પરમારે કહ્યું કે, મૃતકના પરિવાર સાથે મારી પૂરતી સાંત્વના છે. મારી ઈનોવા ગાડી મારો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. લાલાભાઈ સાત વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરે છે. તે પોતાની પત્નીના કામ અર્થે કોઈ વસ્તુ લેવા બહાર મોકલ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે