બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં દલિત યુવાનની હત્યાનો મામલો લોકસભા પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ કે.સુરેશે અમદાવાદના દલિત યુવકની હત્યા મામલામાં લોકસભામાં નોટિસ આપી છે. ત્યારે હવે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થશે.
અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ
શું છે સમગ્ર મામલે
અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરી દેતા સનસનાટી મચી છે. ઘટનાની વિગત એવી છે કે ગાંધીધામમા રહેતા હરેશ સોલંકીએ વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા કડી ખાતે કોલેજમા અભ્યાસ દરમ્યાન બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંન્નેએ છ મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતાં. હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે. યુવતી બે માસ ગર્ભવતી હતી. આ ઘટનાથી પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો અને તપાસ શરૂ કરી હતી.
‘ક્રાઈમ સિટી’ સુરતમાં વધુ એક હત્યા, વહેલી સવારે યુવકની લાશ મળી
Congress MP, K Suresh has given Adjournment Motion Notice in Lok Sabha over 'Dalit youth killed in Gujarat by upper caste.'
— ANI (@ANI) July 10, 2019
ટોળાએ અભયમની ટીમ પર પણ કર્યો હુમલો
યુવકે વરમોર જતા પહેલા અભયમમા જાણ કરીને તેમની ટીમને પણ સસરાને ઘરે સમજાવવા માટે બોલાવ્યાં હતાં. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું. ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી. આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત સરકારનો મહત્વનો આદેશ, હવે સવર્ણ શબ્દ લખાય કે બોલાય નહિ
યુવકે અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેની પત્નીના માતાપિતાએ કહ્યું હતું કે થોડા દિવસ ઉર્મિલાને લઈ જાય છે, અને બાદમાં પરત મોકલી આપશે. તે જ્યારે બે મહિના સુધી ન આવી તો તેણે પોતાના સાસરી પક્ષના લોકોને મનાવવા માટે તેમના ઘરે જવાનું નક્કી કર્યું હતું. તેથી તેણે અભયમની મદદ લીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હરેશ કારની અંદર જ રહ્યો હતો અને હેલ્પલાઈન સેવાના અધિકારી તેના સાસરીના ઘરમાં ગયા હતા. જ્યારે ઉર્મિલાના સંબંધીઓને ખબર પડી કે હરેશ સોલંકી પણ કારમાં છે, તો તેઓ ઘરની બહાર આવ્યા હતા અને ધારદાર હથિયાર સાથે હરેશ પર તૂટી પડ્યા હતા. માથા અને અન્ય ભાગો પર ઈજા પહોંચતા હરેશનું મોત નિપજ્યું હતું.
પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી, ભૂવાના ડામથી ડિપ્રેશનમાં સરેલી પત્નીએ કરી આત્મહત્યા
પોલીસ અધિકારીએ કહ્યું કે, અભયમની ગાડી પર હુમલો કરાતા તેને પણ નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કે હરેશની સાથે ગયેલા અધિકારીઓ પોતાનો જીવ બચાવી શક્યા હતા. હરેશ સોલંકીના સાસરી પક્ષના લોકોની વિરુદ્ધ ધારા 302 (હત્યા), 341 (ખોટી રીતે રોકવું), 353 (લોક સેવકોને ડ્યુટી કરતા રોકવાનો પ્રયાસ કરવો), 147 (હલ્લાબોલ) અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ એક્ટ અંતરગ્ત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.
માંડલ ગામે બનેલી ઘટના સંદર્ભે આઠ જેટલા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં 9 જેટલી કલમો છે, જેમાં 2 એટ્રોસિટીની કલમો છે. આ કેસમાં હરીશચંદ્ર નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. બાકીના સાત આરોપીઓ પણ ઝડપથી પકડાઈ એવા પગલાં ભરવામાં આવશે તેવુ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું. આ મામલે રાજ્યના ગૃહમંત્રીએ અમદાવાદ ગ્રામ્ય એસપી સાથે વાત કરી છે અને કડકમાં કડક પગલાં ભરવા માટે સૂચના આપી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા જે સહાય કરવાની છે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયમો અંતર્ગત મૃતકના પરિવારને આઠ લાખ રૂપિયાની સહાય ચૂકવાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે