Home> Gujarat
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીએ ખોલી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની પોલ, કહ્યું; '...તો તેનો નિર્ણય અમે લઈશું'

Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે જૂથવાદ બંધ કરો અને એક સાથે મળીને કામ કરો. કોઈપણ નિર્ણય ઉપરથી થોપવામાં આવશે નહીં. બધાએ સાથે મળીને નિર્ણય લેવો પડશે, જો કોઈ બદલાવની જરૂર પડી તો તેનો નિર્ણય અમે લઈશું.

રાહુલ ગાંધીએ ખોલી ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની પોલ, કહ્યું; '...તો તેનો નિર્ણય અમે લઈશું'

Gujarat Congress: ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ ચાલી રહી છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના લગ્ન અને રેસના ઘોડાઓને અલગ તારવવા, જિલ્લા પ્રમુખોની પસંદગીની કવાયત ચાલી હતી. 

fallbacks

ગુજરાતમાં ચોમાસા પહેલા આ 19 જિલ્લાઓમાં આજે વરસાદનું ભયંકર એલર્ટ; વીજળીના કડાકા ભડાકા

મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના 'સંગઠન સર્જન અભિયાન'ની શરૂઆત કરી છે. આ અભિયાનનો ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષ સંગઠનને મજબૂત બનાવવા અને 20 વર્ષથી નિસ્તેજ બનેલા કોંગ્રેસ સંગઠનને મિશન 2028 માટે તૈયાર કરવાનો છે. 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મધ્યપદેશના ભોપાલમાં સંગઠન સર્જનના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં બે પ્રકારની યાદી જોવા મળી હતી, જેમાં જમીન આસમાનનો તફાવત હતો. એક લિસ્ટમાં સિનિયર નેતાઓના આસિસ્ટન્ટ અને બીજા લિસ્ટમાં પોટેન્શિયલ અને ગુજરાતના ભવિષ્યની લીડરશિપ જોવા મળી છે. રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, વર્તમાન જિલ્લા પ્રમુખો જે સારું કામ કરી રહ્યા છે તેમને ફરી વાર કામ કરવાની તક મળશે. જે સારું કામ કરી રહ્યા છે તેમને ગભરાવવાની કોઈ જરૂર નથી. 

ગુજરાતમાં આ તારીખથી ચોમાસું થશે સક્રિય! જૂન મહિનામાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાહુલ ગાંધીના આ નિવેદન પછી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે અને કાનાફૂસી ચાલી રહી છે કે હાઈકમાન્ડે ફૂટેલી કારતૂસ જેવા, ભાજપ સાથે સેટિંગ પાડનારા લંગડા અને લગ્નના ઘોડા જેવા નેતાઓને શોધી કાઢ્યા છે અને હવે આવા નેતાઓને ટૂંક સમયમાં દરવાજો દેખાડવામાં આવશે કાં તો સાઈડલાઈન કરાશે. 

કોરોનાના કેસોએ ગુજરાતમાં આજે સદી ફટકારી, IPLની ફાયનલ બની શકે છે કોરોના બોમ્બ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સંગઠનના પુનર્ગઠન મુદ્દે કડક વલણ અપનાવતાં કહ્યું કે, કોઈપણ પ્રકારની હેરાફેરી ચલાવી લેવામાં આવશે નહીં. જો કઈ ખોટુ થયું તો અમે તેને તુરંત દૂર કરીશું. ભાજપની મદદ કરનારા નેતાઓની ઓળખ કરો અને સંગઠનમાં યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપો.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવી છે, દિલ્હીના નેતાઓ, ગુજરાતના આગેવાનોને સંગઠન સર્જન માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં લોકો સાથે, સંગઠનના આગેવાનો, કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પછી જિલ્લા પ્રમુખ માટેના નામો દિલ્હી મોકલવામાં આવ્યા હતા. બે લિસ્ટ આવી તેમાં સિનિયર નેતાઓના આસિસ્ટન્ટ પણ સામેલ હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More