Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે. 

કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ

બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે. 

fallbacks

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવેલા 5 નેતાઓના નામ પર હાઇકમાન્ડ આખરી મહોર મારશે જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરશે. પ્રદેશના નેતાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસના 5 મહત્વપૂર્ણ નામોની યાદી હાઇકમાન્ડને મોકલવામાં આવી છે. જેમાંથી હાઇ કમાન્ડ દ્વારા બે નામ નક્કી કરવામાં આવશે જે આગામી દિવસમાં રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી શકે છે. 

Breaking : અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવતી કોંગ્રેસની અરજી HCએ સ્વીકારી

જુઓ LIVE TV

મહત્વનું છે, કે ગુજરાત ભાજપના ઉમેદવારો પણ મંગળવારે વિજય મૂહર્તમાં ફોર્મ ભરશે જેમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરતી સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહેશે. ત્યારે ભાજપ દ્વાર બીજા ઉમેદવાર તરીકે બક્ષીપંચ અથવા તો આદિવાસી ઉમેદવાર ફોર્મ ભરી શકે તેવી શક્યતાઓ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More