Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી

રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગૌરાંગ પંડ્યાના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

fallbacks

વધુમાં વાંચો:- સુરતમાં વનિતા વિશ્રામ સ્કૂલના વાલીઓનો હોબાળો, ધરણાં કરવાની ઉચ્ચારી ચીમકી

લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેના પગલે રાજ્યસભાની આ બંને બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીત માટે તૈયારી કરી છે. ભાજપના બંને ઉમેદવારોએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભરી દીધુ હતું.

વધુમાં વાંચો:- VIDEO ગુજરાત સાથે જોડાવવાનો અવસર મારા માટે ગૌરવની વાત: એસ.જયશંકર

જો કે, તે દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નહોતી. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા બંને બેઠકોની ચૂંટણી એક સાથે કરવાને લઇને કરેલી અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસની અરજી ફગાવવામાં આવતા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો સ્વીકાર કર્યો હતો.

વધુમાં વાંચો:- ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ભાજપમાં 'જોડાય' એ પૂર્વે અલ્પેશ ઠાકોરને મોટો જટકો!!

ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમના બે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેઓ હાલ ગાંધીનગર વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓની હાજરી તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More