સમીર બલોચ/અરવલ્લી: વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પણ આ વખત એડીચોટીનું જોર લગાવ્યું છે. અને કોઈ પણ સંજોગોમાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. ત્યારે આજે સવારે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડતા કોંગ્રેસે પણ વળતો જવાબ આપતા ઠાકોરસેના ગઢમાં ગાબડું પડ્યું હતું.
બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે 6 બેઠકોમાંની આ બાયડ બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક ગણવામાં આવી રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ભાજપે કોંગ્રેસ અને એનસીપીના ગઢમાં ગાબડું પાડી 40થી વધુ કાર્યકરો ભાજપમાં કેસરિયો ધારણ કરાવ્યો હતો. કોંગ્રેસે પણ ભાજપને વળતો જવાબ આપીને રાજ્ય સભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીની હાજરીમાં ઠાકોર સેનાના ગઢમાં ગાબડું પડી 108 જેટલા ઠાકોર સેનાના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ કરી હિસાબ સરભર કર્યો હતો.
કોંગ્રેસ આયોજિત કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી બાજુ જીતુ વાઘાણીએ કોંગ્રેસનો પંજોએ પ્રજા જોડે આંતકવાદની જેમ કાર્ય કરે છે, તે નિવેદનના જવાબમાં જણાવ્યું હતું કે, હજુ જીતુ વાઘાણીમાં સમજણ ઓછી છે. ભુતકાળમાં નહેરુ જી અને સરદાર પટેલ વચ્ચે થયેલા પત્ર વ્યવહાર વાંચી લો તો ખબર પડી જશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે