Home> Gujarat
Advertisement
Prev
Next

નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર? જીગીશા પટેલ અને બન્ની પટેલની વાયરલ ઓડિયોમાં શું છે ચોકાવનારી વાત?

Naresh Patel Audio Viral : પાટીદાર સમાજના મોભી નરેશ પટેલને બદનામ કરવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. પાટીદાર નેતા જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં નરેશ પટેલને ધમકી આપવાની અને તેમની ઓફિસે સીડી મોકલી વાત કરવામાં આવી છે. 

 નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર? જીગીશા પટેલ અને બન્ની પટેલની વાયરલ ઓડિયોમાં શું છે ચોકાવનારી વાત?

Naresh Patel Audio Viral : સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ રાજકીય ભૂકંપ આવે તેવી એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ઓડિયોક્લીપમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને કેવી રીતે બ્લેકમેઈલ કરવા તેની શીખામણ અપાઈ રહી છે. ક્લીપમાં જે બે લોકો વાતચીત કરી રહ્યા છે તે પણ પાટીદાર સમાજમાંથી જ આવે છે. આ કથિત ઓડિયો ક્લીપમાં જીગીશા પટેલ અને બન્ની પટેલનો અવાજ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કુખ્યાત નિખિલ દોંગા મામલે પણ મોટા સમાચાર આવ્યા છે. શું છે ઓડિયો ક્લીપનું સત્ય? શું થયો દોંગાને લઈ ખુલાસો?

fallbacks

ગોંડલ, જ્યાં પાટીદાર સમાજની 80 ટકા વસ્તી હોવા છતાં, છેલ્લા ત્રણ દાયકાથી જાડેજા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે. પરંતુ તાજેતરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે ગોંડલમાં પાટીદાર એકતાને મજબૂત કરવા પ્રયાસો શરૂ કર્યા. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયાની રેલી દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો સાથે માથાકૂટ થઈ, અનેક અનેક ગાડીના કાચ તુટ્યા હતા.

વિવાદ ત્યારે વધુ ગાઢ બન્યો જ્યારે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. આ કથિત ક્લિપમાં પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ યુટ્યુબર બન્ની ગજેરાને નરેશ પટેલને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાની સલાહ આપતા સંભળાય છે. ક્લિપમાં એક સીડીની ચર્ચા પણ થઈ રહી છે, જે નરેશ પટેલને મોકલવાની વાત છે. જોકે, ઝી 24 કલાક આ ક્લિપની પુષ્ટી કરતું નથી.

નરેશ પટેલ, ખોડલધામના પ્રણેતા અને લેઉવા પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા, લાંબા સમયથી સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું નામ રાજકીય ચર્ચાઓમાં અવારનવાર ઉછળે છે, પરંતુ આ ઓડિયો ક્લિપે તેમની પ્રતિષ્ઠાને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો છે...પરંતુ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલ વિશે જે વાત કરવામાં આવી તે કેટલી સત્ય છે તે તો તપાસનો વિષય છે. 

પાટીદાર આગેવાન પરસોતમ પીપળીયાએ આ મામલે નરેશ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ લેભાગુ તત્વોનું કાવતરું છે, જે સમાજની એકતાને તોડવા માગે છે. તેમણે પોલીસને આ ઓડિયો ક્લિપની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ બધાની વચ્ચે નિલીખ દોંગાનું નામ પણ ચર્ચામાં છે. ગુજસીટોક કેસમાં જામીન પર બહાર આવેલા નિલીખ દોંગા ફરી જેલમાં જઈ શકે છે...એવું સામે આવ્યું છે કે બન્ની ગજેરા નિલિખ દોંગા માટે કામ કરે છે. આ એ જ બન્ની ગજેરા છે, જેની સામે નેતાઓને બદનામ કરવાના 6 કેસ નોંધાયેલા છે, જે રાજકીય ગરમાવાને વધુ વેગ આપે છે.

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હંમેશાં પ્રભાવશાળી રહ્યું છે, પરંતુ આ વિવાદે સમાજની અંદરની ફૂટને ઉજાગર કરી છે. શું આ ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભાગ છે? શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે?... આ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસ અને સમય જ નક્કી કરશે. શું આ ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભાગ છે? શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ? સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શું વળાંક લેશે?...શું પાટીદાર સમાજની એકતા આ વિવાદમાંથી બહાર આવશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More