Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે અચાનક પોલીસે ઝડપી લીધો

આણંદના મેઘવા ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં એકનો જીવ લીધો આરોપી પકયાયો ન હોત તો બીજા ત્રણનો જીવ લેવાનું નક્કી કરી નાખ્યું હતું, જો કે તે પહેલા જ પહેલા પોલીસ ના હાથે ઝડપાય જતા ત્રણ વ્યક્તિઓ બચી ગઈ હતી. મૂળ અમદાવાદ ઓઢવના રહેવાસી ચંદ્રકાન્ત  પટેલને  ગૌતમભાઈની પતિની સાથે પ્રેમ સબન્ધ બંધાતા બંને બંનેના પ્રેમ સબંધમાં આવતા તમામ લોકોને મારી નાખવાનું નક્કી કર્યું હતું.

પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે અચાનક પોલીસે ઝડપી લીધો

લાલજી પાનસુરિયા/આણંદ : આણંદના મેઘવા ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં એકનો જીવ લીધો આરોપી પકયાયો ન હોત તો બીજા ત્રણનો જીવ લેવાનું નક્કી કરી નાખ્યું હતું, જો કે તે પહેલા જ પહેલા પોલીસ ના હાથે ઝડપાય જતા ત્રણ વ્યક્તિઓ બચી ગઈ હતી. મૂળ અમદાવાદ ઓઢવના રહેવાસી ચંદ્રકાન્ત  પટેલને  ગૌતમભાઈની પતિની સાથે પ્રેમ સબન્ધ બંધાતા બંને બંનેના પ્રેમ સબંધમાં આવતા તમામ લોકોને મારી નાખવાનું નક્કી કર્યું હતું.

fallbacks

એશિયામાં ગુજરાતનાં આ એકમાત્ર સ્થળ પર રણની રેતિમાં પણ થાય છે યોટિંગ

પ્લાન અનુસાર પહેલા મહિલાના પતિ ગૌતમ પટેલને યુક્તિ પૂર્વક કુવા પર બોલાવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ મારનાર ચંદ્રકાંતે તેની પ્રેમિકાને ફોન દ્વારા જાણ કરી હતી કે કામ પતિ ગયું છે. સમગ્ર ઘટના પીએમ રિપોર્ટ બાદ ખબર પડી કે ગળું દબાવી હત્યા કરવા માં આવી છે. પત્નીની જીણવટ ભરી પુછપરછ અને કોલ ડીટેલને આધારે પોલીસે આરોપી સુધી પહોંચી હતી.

અમદાવાદ: ચોર ATMનું શટર પાડીને આરામથી ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી અને...

ચંદ્રકાંતે પટેલ અને તેનો માણસ મહેશ પરમાર અને શીતલ પટેલ ત્રણેય આરોપીઓની ધરપકડ પોલીસે કરીને રિમાંડ માટે રજુ કરવામાં આવનારા હતા. સમગ્ર ઘટનામાં ચોકાવનારી વાત એ હતી કે, ચન્દ્રકાન્તે આ પહેલા પણ પોતાના પિતા પત્ની અને ભત્રીજીને મહેસાણા આગળ નહેરમાં નાખી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે વધારે લોકોની હાજરીથી ડરી જઈ થોડા સમય માટે પ્લાન મોકુફ રાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More