Home> Gujarat
Advertisement
Prev
Next

લાખો રૂપિયાનું કામ કરાવ્યા બાદ પૈસા આપવાની કોન્ટ્રાક્ટરે ના પાડી, આત્મહત્યા પેલા બનાવ્યો હૃદય દ્રાવક વીડિયો

ગુજરાતમાં આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી વાઇરલ કરવાની ઘટના ત્રીજી સામે આવી છે અમદાવાદ, સુરત બાદ જૂનાગઢ ના વંથલી ના યુવાને 2 લાખ રૂપીયા બાબતે વિડીયો બનાવી ઓઝત ડેમ માં આપઘાત કર્યા ની ઘટના સામે આવી છે.  વંથલી માં રેહતો રમેશ વાણવીના 2 લાખ રૂપીયા નહી મળતા ઓઝત ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતક રમેશે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. વીડિયોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 

લાખો રૂપિયાનું કામ કરાવ્યા બાદ પૈસા આપવાની કોન્ટ્રાક્ટરે ના પાડી, આત્મહત્યા પેલા બનાવ્યો હૃદય દ્રાવક વીડિયો

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : ગુજરાતમાં આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી વાઇરલ કરવાની ઘટના ત્રીજી સામે આવી છે અમદાવાદ, સુરત બાદ જૂનાગઢ ના વંથલી ના યુવાને 2 લાખ રૂપીયા બાબતે વિડીયો બનાવી ઓઝત ડેમ માં આપઘાત કર્યા ની ઘટના સામે આવી છે.  વંથલી માં રેહતો રમેશ વાણવીના 2 લાખ રૂપીયા નહી મળતા ઓઝત ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતક રમેશે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. વીડિયોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. 

fallbacks

Railway News: મુસાફરોની માંગ અને સુવિધા માટે દોડાવાશે વધુ 7 સ્પેશિયલ ટ્રેનો

વિડીયો તેને જણાવ્યું હતું કે, "હું રમેશ છુ સંજય માકડીયા એ મારા 2 લાખ રૂપીયા કોડીનાર કામના ખોટા વાયદા કરીને મને પેસા દેતો નથી. એનું પાકીટ ખોવાઈ ગયું હોઈ તેમ કેહતો હતો એનું પાકીટ ક્યાંય ખોવાઈ ગયું નથી. મારી સાથે છેતરપીંડી કરી છે. પોલીસને મારી ખાસ વિનંતી છે આવા જે ફ્રોડ હોઈ એને કડકમાં કડક સજા આપે. મારૂ સરકારને કહેવાનું છે કે, હું આત્મહત્યા કરૂ છું અને એમાં મારા મોત માટે જીમેદારી સંજય માકડીયા છે. તે વંથલી રહેછે અને સંગઠનનો માણસ છે અને વાત ને લઈને આપઘાત કરું છું.

Corona Update: કોરોનાએ અમદાવાદ અને સુરતને લીધું બાનમાં, નવા 1415 કેસ

વંથલીના રમેશ વાણવીએ આપઘાત કરી લેતા પરીવારેના સભ્યએ જણાવ્યું હતું કે, રમેશે વંથલીમાં જ રહેતો સંજય માકડીયા સાથે કોડીનારના પ્લમબિંગનું ભાગીદારીમાં કામ રાખ્યું હતું. દોઢ વર્ષ જેટલું કામ ચાલ્યું હતું, ત્યાર બાદ સંજય માકડીયાએ ચેક આપવાનું કહી નથી આપ્યો અને ચેક પણ ખોવાઈ ગયાનું જણાવી દીધું હતું, ત્યાર બાદ રૂપીયા તો આપ્યા નહોતા અને રમેશ વાણવીને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત મારી નાખવાની ધમકી પણ સંજયે માકડીયાએ આપી હતી, ત્યાર બાદ મારો ભાઈ રમેશ વાણવી ડરી ગયો. ઓઝત ડેમ પાસે જઈને આપઘાત કરી લીધો હતો હાલ અમારા પરીવાર ની માંગ છે કે ન્યાય મળવો જોઈએ.

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે મતદાન અને 20 એપ્રિલે પરિણામો જાહેર થશે

વંથલીના આંબેડકર વાસમાં રહેતા રમેશ વાણવી છેલ્લા પાંચ દિવસથી તેના ઘરે થી ગુમ હતો, અને ત્યાર બાદ 18 માર્ચ ના રોજ તેની લાશ ઓઝત ડેમમાંથી મળી આવી હતી. લાશને પીએમ અર્થે જામનગર મોકલી આપવામાં આવી હતી, ત્યારે પોલીસ ના જણાવ્યા અનુસાર રમેશ અને સંજય માકડીયા સાથે ધંધો કરતા હતા. 2 લાખ રૂપીયામાં વાંધો પડતા રમેશ વાણવીએ આપઘાત પેહલા વિડીયો બનાવી તેના મીત્રોને શેર કર્યો હતો અને વંથલી પોલીસે આપઘાત કરવા મજબુર કરનાર સંજય માકડીયા સામે વંથલી પોલીસે સ્ટેશનમાં આઈ.પી.સી કલમ 506 મુજબ સંજય માકડીયા વિરુધ્ધ ગુનો દાખલ કરી આરોપી ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More