Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં અપાતો ફાળો કરમુક્ત રહેશેઃ વિજય રૂપાણી


અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 44 કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાથી રાજ્યમાં 3 લોકોના મોત થયા છે. 
 

કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં અપાતો ફાળો કરમુક્ત રહેશેઃ વિજય રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે. 
    
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ 80-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.
    
મુખ્યમંત્રીના સચિવ શ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે.

fallbacks

ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, લોકડાઉનમાં રાજ્ય બહાર અટવાયેલા ગુજરાતીઓની કરાશે મદદ
    
તદ્દઉપરાંત કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે. 
    
કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂ. રપ લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા રૂ. ર૧ લાખ અને ખોડલધામ દ્વારા રૂ. ર૧ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More