Ahmedabad News: ગુજરાતમાં મહિલાઓ સૌથી વધુ સલામત છે અને તેમાંય અમદાવાદ શહેરને મહિલાઓની સુરક્ષા માટે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું છે. પરંતુ શહેરના અનેક રોડ પર લાગેલા પોસ્ટર્સને લઇને વિવાદ ઊભો થયો છે. વિવિધ વિસ્તારોમાં ડિવાઈડર પર લાગેલા પોસ્ટરોમાં મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે તેવું લખાણ છે. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થાય તેવું લખાણ લખવામાં આવ્યું હોવાથી ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મુદ્દે વિવાદ સર્જાતા અંતે પોલીસે જ આ પોસ્ટર હટાવડાવી દઇને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો છે.
તાજેતરમાં એક ગ્રૂપ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત પોલીસે બેનરની મંજૂરી આપી હતી. જેમાં હેલમેટ, સીટબેલ્ટને લગતા સ્લોગન વાળા બેનરો લગાવવામાં આવ્યા હતા.
ઓગસ્ટમાં બની રહેલ વૈશ્વિક લેવલની હવામાન સિસ્ટમ કરશે જળબંબાકાર!અંબાલાલની ખતરનાક આગાહી
આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'એ... રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો....? અન્ય એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે 'એ...રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે.’
આવા લખાણ વાળા પોસ્ટરના ફોટો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ શહેર ટ્રાફિક પોલીસના અધિકારીઓ દોડતા થયા હતા. શહેરના સોલા, ચાણક્યપુરી બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા આવા પોસ્ટરોમાં મહિલા સુરક્ષાને લગતા સવાલ ઊભા થાય તેવું લખાણ હોવાથી પોલીસે તાત્કાલિક આ પોસ્ટરો હટાવડાવી દીધા હતા.
આ દેશમાં રહે છે સૌથી વધુ નાસ્તિક લોકો, ભારતનો પડોશી દેશ પણ છે સામેલ;નામ ચોંકાવી દેશે
જો કે, આ બેનરોમાં સ્પોન્સર તરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસનું નામ હોવાથી ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, શહેરમાં એક ગ્રૂપ દ્વારા જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ બેનરો લગાવ્યા હતા. જેમનો સંપર્ક કરીને આ પોસ્ટર કઢાવી દેવામાં આવ્યા છે. તેમનો આશય એવો હતો કે, કેટલીકવાર અડાલજ આસપાસના વિસ્તારોમાં છોકરા, છોકરીઓ બેસતા હોય અને ચોક્કસ પ્રકારના બનાવો ન બને તે માટે જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ કરાયો હતો.
Zee 24 Kalak અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક ઓવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ NGO દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો ટ્રાફિક પોલીસના સંકલનમાં લગાવામાં આવતા હતા અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ નું કામ કરી રહ્યા હતા. પરંતુ આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા. અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા. આ બનાવમાં સોલા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં લગાવવા આવેલ પોસ્ટર બાબતે પ્રેસ કોન્ફરન્સ.
અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે ૨૪*૭ કટિબદ્ધ છે. @GujaratPolice @SafinHasan_IPS @AhmedabadPolice pic.twitter.com/L3qLkPJ9vG— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) August 2, 2025
અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે ૨૪*૭ કટિબદ્ધ છે. તેમજ મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર ૧૮૧, કન્ટ્રોલ રૂમમાં ૨૪ કલાક કાર્યરત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે