રાજકોટઃ ભગવો ધારણ કરી સનાતન ધર્મને બદનામ કરતા સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓએ હવે તો હદ કરી નાંખી છે. અધુરા જ્ઞાનમાં બફાટ કરીને પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારતા આવા સંતોના કારણે જ સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે.
સુરતના જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદિત ટીપ્પણીની આગ હજુ યથાવત છે. જ્ઞાન પ્રકાશ સ્વામીનો હજુપણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. પહેલાં દિવસે વીરપુરમાં દુકાનો બંધ રાખ્યા બાદ બીજા દિવસે રાજકોટમાં વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર બહાર લોહાણા સમાજના યુવકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યા...
જલારામ બાપા અંગેના નિવેદનથી ગિન્નાયેલા લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીનું પુતળુ બનાવ્યુ અને પુતળાને લાતો મારી એટલું જ નહીં જ્ઞાનપ્રકાશ સ્વામીના પુતળાનું દહન પણ કર્યું... લોહાણા સમાજના યુવકોનો ગુસ્સો વધી જતાં પોલીસે વિરોધ અટકાવ્યો અને યુવકોને ડિટેઈન કર્યા... રઘુવંશી સમાજના લોકોની એક જ માગ હતી કે સ્વામી વીડિયો કોલિંગથી માફી અમને મંજૂર નથી, સ્વામી વીરપુર આવીને માફી માગે....
સ્વામીનારણય સંપ્રદાયના અનેક ધતિંગ વારંવાર સામે આવતા હોય છે. એટલું જ નહીં ભગવો ધારણ કરનારા સાધુઓના કુકર્મના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય સનાતનનો જ પંથ છે, છતાં સનાતનના ઈતિહાસ સાથે છેડછાડ કરીને પોતાને મોટા બતાવવાનો પ્રયાસ સ્વામીનારાયણ સંપ્રદાય કરતો હોય તેમ લાગી રહ્યુ છે.
સ્વામીનારાયણ સંપ્રદાય સામેના વિરોધમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઝંપલાવીને મોટો દાવો કર્યો. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવેલા નીલકંઠ ચરિત્ર પુસ્તકની ટાંકીને કહ્યું કે આ પુસ્તકમાં ભગવાન શિવ અને પાર્વતીનું અપમાન કરાયું છે.
નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શું લખાણ છે તેની વાત કરીએ તો,,,, નીલકંઠ મેળામાં ફર્યા, મેળામાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સાક્ષાત મહાદેવજી અને પાર્વતીજીએ નીલકંઠની ઘણાં દિવસ સેવા કરી.
આ પણ વાંચોઃ શિવ-પાર્વતીએ માનવ રૂપ લઈને નીલકંઠ વર્ણીની સેવા કરી', પુસ્તકમાં લખાયું હિન્ન કક્ષા...
BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખાયેલા નીલકંઠ ચરિત્ર પુસ્તકના પેજ નંબર 10 પર આ વિવાદિત લખાણ લખવામાં આવ્યું છે. હજુ જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટનો વિવાદ શમ્યો નથી, ત્યાં હવે નીલકંઠ ચરિત્ર પુસ્તકનો વિરોધ શરૂ થઈ ગયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશા પોતાની સેવા અને નિષ્ઠાપુર્વકના કામ માટે જાણીતો છે. પરંતુ સંત કહેવાને પણ લાયક ન હોય તેવા અમુક સંતોના કારણે જ આખો સનાતન ધર્મ બદનામ થઈ રહ્યા છે. સનાતન ધર્મને જોડવાનું નહીં, પરંતુ તોડવાનું કામ કરતા આ અજ્ઞાની સંતોને બરાબરનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે