Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના ધારાસભ્યનું પાણી મુદ્દે વિવાદિત નિવેદન, 'સિંધરોટનું પાણી માંજલપુરને મળશે, રાવપુરાને નહીં'

કપૂરાઈ ટાંકીમાંથી પાણી વિતરણ વ્યવસ્થાને લઈને રાજકીય ડખો ઊભો થયો છે, ત્યારે દક્ષિણ વિસ્તારને સિંધરોટથી 50 એમએલડી પાણી મળ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ 16, 17, 18 અને 19ના કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી.

ભાજપના ધારાસભ્યનું પાણી મુદ્દે વિવાદિત નિવેદન, 'સિંધરોટનું પાણી માંજલપુરને મળશે, રાવપુરાને નહીં'

રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં હજુ સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ નથી, ત્યાં વડોદરા શહેરમાં પાણીની પ્રશ્ન વિકટ બન્યો છે. વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું પાણી મુદ્દે એક વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું છે કે રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં પાણી આપશો તો દક્ષિણમાં વધારાનું પાણી જોઈશે. 

fallbacks

કપૂરાઈ ટાંકીમાંથી પાણી વિતરણ વ્યવસ્થાને લઈને રાજકીય ડખો ઊભો થયો છે, ત્યારે દક્ષિણ વિસ્તારને સિંધરોટથી 50 એમએલડી પાણી મળ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ 16, 17, 18 અને 19ના કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી. પાણીના મુદ્દે યોગેશ પટેલે ગઈકાલે (બુધવાર) મળેલી બેઠકમાં કપુરાઇ ટાંકીમાંથી પાણી માત્ર માંજલપુર વિધાનસભા મતવિસ્તારને જ આપવા માંગ કરી હતી. 

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ 16માં પાણી અને રોડ બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. સિંધરોટથી માંજલપુરને મળતા પાણીમાંથી જો કપુરાઈ ટાંકી મારફતે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પાણી આપવામાં આવશે તો તે વધારાનું પાણી માંજલપુરને આપવામાં આવે. બીજી બાજુ ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરાના ધારાસભ્યને રજુઆત કરો તેમ કહેતાં હોદ્દેદારોમાં નારાજગી વ્યાપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More