Dabhoi News ચિરાગ જોશી/ડભોઈ : ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર કુબેર ભંડારી હાલ વિવાદોના ઘેરામાં ચાલી રહ્યું છે. કારણ કે એક જ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બે જૂથમાં વહેંચાઈ જતા આખે આખો મામલો ચેરીટી કમિશનરની કચેરી સુધી પહોંચ્યો ગયો છે.
દાન પેટીમાંથી રૂપિયાની ચોરી કરાઈ
ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર કુબેર ભંડારી મંદિર કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા વર્ષો જુનો કેસ ઉકેલી નિરંજન અખાડાને કુબેર મંદિરનો વહીવટ કરવા માટે ફરમાન કરી નવી બોડીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પરિંદુ ભગત, નિરંજન વૈદ, નંદગીરી, દિનેશગીરી અને ભરત ભગત એમ પાંચ લોકોનો આ બોડી સમાવેશ કરવામાં આવ્યો છે તથા પાંચ વ્યક્તિને વહીવટી હક આપવામાં આવ્યા છે. જો કે એક વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે તેવામાં જ પાંચ લોકોની બોડીમાં જ જૂથવાદ સામે આવ્યો છે. કમિટિમાંથી જ એક વ્યક્તિએ ચેરિટી કમિશનર સમક્ષ પહોંચીને આરોપ લગાવ્યો હતો કે દાન પેટીમાં ભક્તો દ્વારા દાન અર્થે અપાયેલા રૂપિયાની ચોરી કરવામાં આવે છે. જે મામલે કાર્યવાહી કરવામાં આવે.
ફરિયાદને લઈને કમિશનર દ્વારા તાજેતરમાં જ મંદિરની દાન પેટી સીલ કરી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના બીજા મંદિર સોમેશ્વર મંદિર ખાતે મૂકી દેવામાં આવી છે. જ્યાં સુધી આખી ઘટનાની તપાસ ન થાય ત્યાર સુધી તમામ દાન પેટીઓને સીસીટીવી કેમેરાની વોચમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. તથા ટ્રસ્ટમાંથી કોઈપણ ખર્ચો નહીં કરી શકે તેવું ફરમાન ચેરિટી કમિશનર દ્વારા આપવામાં આવ્યું હતું. કમિશ્નરના આ નિર્ણયથી આખો વિવાદ ફરીથી વકર્યો હતો. શનિવારે શનિવારી અમાસ હતી, જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો કુબેર ભંડારીના દર્શન માટે આવ્યા હતા. શુક્રવારે રાત્રિના સમયે પાંચ સભ્યોના બીજા ગ્રુપ દ્વારા વર્ષોથી કામ કરી રહેલા પુજારીની હકાલ પટ્ટી કરી દેવામાં આવી હતી. જેના કારણે બંન્ને ગ્રુપ ફરી સામ સામે આવી ગયા હતા.
આખી ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે તુરંત મોરચો સંભાળ્યો હતો અને આખા મામલાને સૂઝબૂઝથી થાળે પાડ્યો હતો. અધિકારીઓ સિવાય વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ મંદિરે પહોંચી ગયા હતા અને છેવટે ભક્તો માટે દર્શનને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
દેસાઈ પરિવાર પર આભ તૂટ્યું, મેલડી માતાના દર્શન કરી પરત ફરતા પરિવારને કાળ ભરખી ગયો
ગેરસમજથી મુખ્ય મંદિરની દાનપેટીઓ સીલ કરવામાં આવી
સમગ્ર મામલે બીજા ગ્રુપના મહંત દિનેશગીરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં તેઓનું કહેવું હતું કે ચેરિટી કમિશનર દ્વારા કોઈના દબાણ હેઠળ દાન પેટીઓ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અમને દુઃખ છે. સાથે સાથે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કુબેર ભંડારીના બે મંદિરનો વહીવટ કરવામાં આવે છે. સાથે સાથે બંનેના સર્વે નંબર અલગ છે. પરંતુ બીજા મંદિર માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કોઈક ગેરસમજથી મુખ્ય મંદિરની દાનપેટીઓ સીલ કરવામાં આવી છે. તેમજ અમે જ્યાં ત્યાં ટ્રસ્ટમાં આવ્યા છે ત્યારથી જ એક થઈને મંદિરનો વિકાસ થાય તે માટેનો પ્રયાસ અમે કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સામેવાળો પક્ષ અમને સપોર્ટ નથી કરતો.
તેમણે વધુમાં કહ્યું કે, તેમજ આ એક તીર્થ ક્ષેત્ર છે, જેને લઈને લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે. જો આ જગ્યા ઉપર ડેવલોપમેન્ટ કરવામાં આવે તો દર્શનાર્થી પણ દર્શનનો લ્હાવો સારી રીતે મળે. તેમજ જે તીર્થ ભૂમિ છે તેનો વિકાસ સારી રીતે કરી શકાય. સાથે સાથે ગૌશાળા વૃદ્ધાશ્રમ ગુરુકુલ જેવી સુવિધાઓ કરનાળી ખાતે ઉભી કરવામાં આવે. તેમજ કરનાળી ગામને દત્તક લઈ કરનાળી ગામનો પણ વિકાસ કરવામાં આવે, જેથી યાત્રિકોને રહેવા અને દર્શનનો સારો લાભ મળી શકે સાથે સાથે તેઓએ એ પણ કહ્યું કે આગામી સમયની અંદર બધું જ સારું થઈ જશે.
ક્રુરતાભરી ઘટના, ચાઈલ્ડ સેન્ટરની સંચાલિકાએ માસુમના પગ પર બેસીને ધમકાવ્યો, CCTV
વિવાદનું મુખ્ય કારણ
હજી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બદલાય થોડો સમય થયો છે એમાંય વિવાદ શરૂ થઈ ગયો છે. જેમાં ચેરિટી કમિશનર દ્વારા પરિન્દુ ભગત, ભરત ભગત, નિરંજન વૈદ, નંદગીરી દિનેશ ગીરી મહારાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપરના પેહલા ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા નંદગીરી અને દિનેશગીરી મહારાજ વિરુદ્ધ તેઓએ આક્ષેપ કર્યો છે કે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના પોણા બે કરોડ રૂપિયા નિરંજન પંચાયતી અખાડામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેની જાણ ચેરિટી કમિશનરને કરાતા હાલ કુબેર ભંડારીની દાન પેટી સીલ કરી દેવામાં આવી છે. કરનાળી ખાતે આવેલ સોમેશ્વર મંદિર ખાતે આ દાન પેટીઓ રાખવામાં આવેલી છે. તેમજ ભરત ભગત દ્વારા ચાંદોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે. જેની તપાસ પીઆઈ તડવી કરી રહ્યા છે, હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આખે આખા મામલામાં રાજકારણ જોડાયેલું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં બે મોટા હોદ્દેદારો જેમાં પરિન્દુ ભગત અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનો સમાવેશ થાય છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શૈલેષ મહેતાએ એટલા માટે પંચાયતી અખાડાને સપોર્ટ કર્યો છે કારણ કે શૈલેષ મહેતાનું નામ પંચાયતી અખાડામાં ટ્રસ્ટી તરીકે પણ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોની અંદર બંને આગેવાનોમાં કોના તરફના આક્ષેપ સાચા નીવડશે. તેમજ કયા પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે આવનારા દિવસોમાં ખબર પડશે.
નિરંજન વૈદે શું કહ્યું...
અમારા દ્વારા સામે પક્ષના આગેવાન નિરંજન વૈદનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ આખે આખો મામલો ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો છે અને ત્યાંથી આદેશ છે કે કોઈપણ વાત મીડિયા સમક્ષ નહીં કહેવાની, જેથી અમે કંઈ બોલી શકે તેમ નથી. પરંતુ જ્યારે આવનારા સમયમાં ચેરિટી કમિશનર કયો નિર્ણય લેશે તે જોવાનું રહેશે.
ઈદમાં નવા કપડા લેવા અને ખાણીપીણી માટે સગીરે ATM મશીન તોડ્યું, CCTV માં ખૂલ્યો ભાંડો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે