તેજસ દવે/મહેસાણા: મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ આસપાસ 14થી વધુ ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા ગામડાઓની જમીનમાં રાજ્ય સરકારના ડી ટુ એ સ્કીમના કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ IAS અને ઉર્જામંત્રીને લોકોએ ઘેરતાં બોલતી બંધ! ભીડમાં 'જય શ્રીરામ' કહી
મહાનગરપાલિકાના D2A નિયમ મુજબ ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં લેવાના નિર્ણયથી મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા ગામોના ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. આથી ખેડૂતોની વાતને વાચા આપવા ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતો સાથે મળી 40 ટકા જમીન કપાતના વિરોધમાં દેખાવો કર્યા હતા.
ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યુ સહાય પેકેજ; આ તારીખથી ખેડૂતો કરી શકશે અરજી
મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ભારતીય કિસાન સંઘે આપ્યું હતું. જો ખેડૂતોની જમીન 40 ટકા કપાતમાં જાય તો નાના ખેડૂતો પાયમાલ થઈ જવાની સંભાવના અને બેરોજગારીનું પ્રમાણ વધી જવાની આશંકા ભારતીય કિસાન સંઘે વ્યક્ત કરી છે અને જમીન કપાત મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15ના મોત, હજુ પણ 7 લોકો ગુમ! બચેલાની આપવીતી સાંભળીને રૂવાડા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે