Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાઃ રાજ્યમાં નવા 25 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 493 માત્ર અમદાવાદમાં 266 કોરોના પીડિત


ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસનું ગઢ બની ગયું છે. અહીં સતત કેસો વધી રહ્યાં છે. આજે પણ નવા 23 કેસ નોંધાયા છે.  

કોરોનાઃ રાજ્યમાં નવા 25 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 493 માત્ર અમદાવાદમાં 266 કોરોના પીડિત

ગૌરવ પટેલ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ગુજરાતમાં 493 પર પહોંચી ગઈ છે. વધુ એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો અમદાવાદમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 266 પર પહોંચી ગઈ છે. 

fallbacks

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 500ને નજીક
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 266 કેસો નોંધાઈ ચુક્યા છે. જ્યારે બીજા સ્થાને વડોદરા છે. તો રાજ્યભરમાં કુલ કેસોનો આંકડો 493 પર પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 23 લોકોના મોત થયા છે. 

ક્યાં જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ 266
સુરત 28
રાજકોટ 18
વડોદરા 95
ભાવનગર 23
કચ્છ 4
મહેસાણા 2
ગીર સોમનાથ 2
પોરબંદર 3
પંચમહાલ 1
પાટણ 14
છોટાઉદેપુર 3
જામનગર 1
મોરબી 1
આણંદ 7
સાબરકાંઠા 1
દાહોદ 1
ભરૂચ 8

fallbacks

શું છે આજની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે 10.30 કલાકે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં કુલ 493 કેસ નોંધાયા છે. 422 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધી 44 લોકોને રજા આપવામાં આવી તો 4 પીડિતો વેન્ટિલેટર પર છે. આ દરમિયાન વધુ એક વ્યક્તિનું નિધન પણ થયું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 61 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 116નો રિપોર્ટ પેન્ટિંગ છે. 

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More