અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધારે ભયાનક બની ચુકી છે અને ખતરનાક સ્થિતીનું સર્જન કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં હેલ્થની સ્થિતિ બંન્ને તરફથી ભીંસમાં આવી ગઇ છે. જેના પરિણામે આખુ હેલ્થ માળખું પડી ભાંગવાના આરે આવે તેમ લાગી રહ્યું છે. એક તરફ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગનો પેરામેડિકલ સ્ટાફ રોકાઇ ચુક્યો છે. હવે રાજ્યમાં બે દિવસથી વેક્સિનેશનાં આંકડાઓ પણ ઘટી રહ્યા છે. બીજી તરફ કોરોના એટલો ગંભીર બની ગયો છે કે, રાજ્યમાં અસરકારક ટેસ્ટિંગ અને ટ્રેસિંગ તથા ટ્રિટમેન્ટની આખી ચેઇન તુટી રહી છે.
બાપ રે બાપ!!! ગુજરાતમાં કોરોનાએ તો હદ વટાવી, 24 કલાકમાં અધધ... લોકો થયા સંક્રમિત, 35ના મૃત્યું
હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યાં છે અને સ્મશાનોમાં લાશોના ઢગલા ખડકાઇ ચુક્યાં છે. ગુજરાત સરકારમાં સબ સલામત નથી તેવા વાસ્તવિકતાને સ્વીકારીને નવેસરથી ટાસ્કફોર્સ રચીને નવી સ્ટ્રેટેજી સાથે કોરોનાને નાથવા માટેનો પગલા ભરવાનો સમય પાકી ગયો છે. કોરોના સંક્રમણ રોકથામની દિશામાં સૌથી પ્રાથમિક ટેસ્ટિંગનું છે.
AHMEDABAD માં કોરોનાની ગંભીર સ્થિતી, સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો જોઇ થથરી જશો
ટેસ્ટિંગ જેટલું વધારે હશે તેટલું જ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પરંતુ હાલના તબક્કે આખા ગુજરાતમાં આ હદે ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યા છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મ્યુનિસિપલ હોસ્પિટલમાં હાલનાં સ્ટાફ ટુંકો પડી રહ્યો છે. આ ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે લોકોને બે બે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જ્યારે રેપિ એન્ટિજન ટેસ્ટ કરાવવા માટે લોકોએ બે બે દિવસ ધક્કા ખાવા પડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે