ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કોરોના (corona virus) ના કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. ગુજરાતના સૌથી મોટા શહેરમાં કોરોનાનો કહેર ઓછો થઈ નથી રહ્યો. આજે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજય નહેરાએ લોકોને ચેતવ્યા કે, લોકડાઉન ખૂલ્યા બાદ લોકો જનજીવનમાં પરત ફરશે. જેને કારણે ઈન્ફેક્શન રેટ વધી જશે. ત્યાર સુધી અમારો પ્રયાસ સામેથી કેસ શોધીને તેને નાગરિકોમાંથી દૂર કરવાનો છે. જેથી લોકડાઉન બાદ ચેપમાં ઘટાડો લાવી શકાય. આવામાં લોકડાઉન બાદથી પોતાની ફરજ બજાવી રહેલા અનેક સરકારી કર્મચારીઓ અને તબીબો પણ કોરોનાના શિકાર થયા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં નરોડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર કર્મચારીને કોરોનો પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહિ, તેમની પત્ની અને દીકરીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
નરોડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા સંજય રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહિ, તેમની પત્ની અને દીકરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ફાયર ઓફિસર સહિત 2 પરિવારોને ક્વોરોન્ટાઈન કરાયાં છે.
ઉલ્લેખનીય છે કે, ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજીતસિંહ ગોહિલનો થોડા દિવસ પહેલા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે તેમના પત્ની અને પુત્રનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ લાઈનમાં જ રહેતી અન્ય બે મહિલાઓને પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓના પરિવાર સુધી પણ વાઇરસ પહોંચી ગયો છે. જેથી પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદના અન્ય મહત્વના અપડેટ્સ....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે