Home> Gujarat
Advertisement
Prev
Next

Corona ઈઝ બેક અગેઈન : હોળી પહેલા આવેલા આટલા કેસ તમને ડરાવવા પૂરતા છે

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા...અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા...રાજકોટમાં 3, વડોદરા, સુરત, ભાવનગરમાં 1-1 કેસ....રાજ્યમાં હાલ કોરોનાના 68 દર્દીઓ સંક્રમિત ....
 

Corona ઈઝ બેક અગેઈન : હોળી પહેલા આવેલા આટલા કેસ તમને ડરાવવા પૂરતા છે

Gujarat Corona Case : કોરોના ગયો નથી, ફરી પાછો આવ્યો છે. હવે આવી ચર્ચાઓ શરૂ કરવી પડશે. બે વર્ષ માંડ શાંતિ રાખ્યા બાદ, કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. લોકો હોળીનો ઉત્સવ ઉજવે એ પહેલા જ કોરોનાએ બેક માર્યો છે. હોળીના સપ્તાહ પહેલા કોરોનાના કેસમાં ચાર ગણો વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. રાજકોટમાં 3, વડોદરા, સુરત, ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 68 દર્દીઓ સંક્રમિત છે. 

fallbacks

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો શરૂ થતાં ચિંતાજનક સ્થિતિ ફેલાઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 68 થઇ ગયો છે. જે બતાવે છે ગુજરાતમાં ફરી કોરોના આવી રહ્યો છે. 

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 13, રાજકોટમાંથી 3, ભાવનગર-વડોદરા-સુરતમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં માર્ચ મહિનાના પાંચ દિવસમાં જ કોરોનાના 59 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 36 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ 68 એક્ટિવ કેસ છે. જ્યારે હાલ એક દર્દી વેન્ટિલેટર પર છે. 

આ પણ વાંચો : 

હોળીએ સુરતમાં લવલી ન હોય એવું ક્યારેય ન બને, કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર

લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, હાલ અમદાવાદમાં સૌથી વધુ 40, વડોદરામાં 9, રાજકોટમાં 5, અમરેલીમાં 3, સુરત-ગાંધીનગર-મહેસાણા-ભાવનગરમાં 2, મોરબી-સાબરકાંઠામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. એક સપ્તાહ અગાઉ એટલે કે 28 ફેબુ્રઆરીના કોરોનાના કુલ 17 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. ડોક્ટરોના મતે, હાલ વાયરલ ફિવરના વાયરાને કારણે અનેક લોકો કોરોના ટેસ્ટ કરાવે છે અને જેના કારણે કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે.

હાલમાં હોળી અને ધૂળેટીનો માહોલ છે. આ તહેવાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને એકબીજાને રંગીને તહેવારની ઉજવણી કરતા હોય છે. આ રંગ લગાવવાનો તહેવાર છે એટલે હજારો લોકો એકબીજાની નજીક આવશે. અમદાવાદ સહિતા મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ વાઇરલ ફિવર ચાલી રહ્યો છે તેના લક્ષણો હોય તો હળવાથી નહીં લેવા તબીબો દ્વારા અપીલ કરાઇ છે. અન્યથા લાંબા સમય સુધી ઉધરસની બીમારી ઘર કરી દશે. તાવ-શરદી કે ઉઘરસ આવે તો શક્ય તેટલું ઝડપથી કોઇ એન્ટીબાયોટેકનો ઉપયોગ કર્યા વિના હાલ ચાલી રહેલા નવા એચ ૩એનર વાયરસની જ સીધી દવા લેવી એ જરૂરી છે. 

આ પણ વાંચો : 

ગાંધીના ગુજરાતમાં જીવતેજીવ સમાધિ લેવા મજબૂર ખેડૂતો, અચ્છે કે બુરે દિવસોના સંકેત?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More