Home> Gujarat
Advertisement
Prev
Next

Coronaupdate : રાજ્યમાં કોરોના પોઝિટિવના નવા 58 કેસ, 53 અમદાવાદના

આ સિવાય સુરતમાં બે, વડોદરામાં એક, અરવલ્લીમાં એક અને  રાજકોટમાં એક કેસ નોંધાયો છે. 

Coronaupdate : રાજ્યમાં કોરોના પોઝિટિવના નવા 58 કેસ, 53 અમદાવાદના

હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ ક્રમશ: વધી રહ્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના નવા 58 કેસ આવ્યા છે જેમાંથી 53 કેસ તો અમદાવાદના છે. આ સિવાય સુરતમાં બે, વડોદરામાં એક, અરવલ્લીમાં એક અને  રાજકોટમાં એક કેસ નોંધાયો છે. 

fallbacks

આરોગ્ય અગ્રસચિવે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ ૯૨૯ કેસ છે જેમાંથી 73 ડિસ્ચાર્જ થયા છે અને 8 વેન્ટિલેટર પર છે. આજે કોરોનાના કારણે રાજ્યમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવાની કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ ડોક્ટરોને પણ સંક્રમણ થયું છે જેની સંખ્યા 28  છે. 

આજે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારમાં અરવલ્લી જિલ્લાનો ઉમેરો થયો છે. આ સિવાય અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો થલતેજ, નારણપુરા, નરોડા, સારંગપુર, કાલુપુર, બેહરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવામાં આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More