ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રવિવારે 394 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો 243 લોકો ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14063 થઈ ગયો છે. કોરોના કેસના વધુ અપડેટ આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ કેસનો આંકડો 14063 પર પહોંચી ગયો છે. અને કુલ મોત 858 થયા છે. તો અમદાવાદમાં આજે અમદાવાદ 187 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 28 લોકોના મોત નિપજ્યાં છે.
અમદાવાદ : ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
જિલ્લાવાઈઝ આજે કેટલા કેસ વધ્યા
વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે
જિલ્લાવાઈઝ કુલ કેટલા કેસ થયા
કોરોનાના કેસમાં સતત ટોપ પર રહેલા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આજે નવા 279 કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ 10280 થયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં 1320, વડોદરામાં 836, ગાંધીનગરમાં 221, ભાવનગરમાં 115, બનાસકાંછમાં 99, આણંદમાં 91, રાજકોટમાં 92, અરવલ્લીમાં 99, મહેસાણામાં 101, પંચમહાલમાં 74, બોટાદમાં 56, મહીસાગરમાં 81, ખેડામાં 62, પાટણમાં 71, જામનગરમાં 47, ભરૂચમાં 37, સાબરકાંઠામાં 77, ગીર-સોમનાથમાં 44 અને કચ્છમાં 64 કેસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે