Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

કોરોનાના દાવાનળ પર ઉભેલા સુરતની સ્થિતિ હવે અમદાવાદ જેવી બનતી જઈ રહી છે. કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આવામાં સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ થતા છેવટે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે. કન્વેન્શન સેન્ટરમાં 810 બેડની સુવિધા ઉભી કરાશે. જે માટે પાલિક 6 કરોડનો ખર્ચ કરશે. તો બીજી તરફ, સાંસદ સી.આર પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં 180 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે.  

સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

ચેતન પટેલ/સુરત :કોરોનાના દાવાનળ પર ઉભેલા સુરતની સ્થિતિ હવે અમદાવાદ જેવી બનતી જઈ રહી છે. કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આવામાં સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ થતા છેવટે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી અપાઈ છે. કન્વેન્શન સેન્ટરમાં 810 બેડની સુવિધા ઉભી કરાશે. જે માટે પાલિક 6 કરોડનો ખર્ચ કરશે. તો બીજી તરફ, સાંસદ સી.આર પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં 180 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે.  

fallbacks

સરસાણાનો કોમ્યુનિટી હોલ વિશાળકાળ જગ્યા છે. આ જગ્યા પર કન્વેન્શન સેન્ટર ઉભુ કરવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી હતી. સુરતના કમિશનર પણ આ સ્થળની મુલાકાત કરી આવ્યા હતા. જોકે, આ મામલે કોઈ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ હાલ શહેરમાં કોરોનાના કેસની જે સ્થિતિ છે તે જોતા અહી કોવિડ સેન્ટર ઉભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. હવે અહી કોવિડ સેન્ટર ઉભુ કરવા તમામ લેવલે મંજૂરી મળી ગઈ છે. જ્યાં બધી જ સુવિધા હશે. આ સેન્ટર જલ્દીમા જલ્દી બની રહે તેવુ મહાનગરપાલિકાનું આયોજન છે. 

6 વર્ષની કુમળી વયે કેવું ઓનલાઈન શિક્ષણ? HCએ ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે, સુરતમાં હાલ સ્મીમેર હોસ્પટલ અને નવી સિવિલ હોસ્ટિપલમાં કોવિડ સેન્ટર કાર્યરત છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગમાં હોસ્પિટલ છે, જ્યાં 548 બેડની સુવિધા છે. સ્મીમેર હોસ્પિટલ દેશી પહેલી એવી હોસ્પિટલ છે, જ્યાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરાયું હતું. આ ઉપરાંત 39 ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવાર કર છે. ત્યારે હવે કેસ વધતા આ બેડ પણ ઘટે તેવી શક્યતા છે. 

તો બીજી તરફ, સુરતમાં હવે હોમ ક્વોરેન્ટાઈનનો રેશિયો પણ વધી રહ્યો છે. જેનું તમામ ઓર્બ્ઝર્વેશન સુરત મહાનગરપાલિકા કરે છે. પાલિકા દ્વારા હોમ ક્વોરેન્ટાઈન દર્દીના ત્રણ ટાઈમ સેલ્ફી માંગવામાં આવે છે. સાથે જ તેઓની જે ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ ચાલી રહી છે, તેઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે. 

સુરતમાં કોરોનાએ કરવટ બદલી છે. લિંબાયતને બદલે હવે કતાર ગામ તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે. અત્યાર સુધી કતારગામ ક્યાંય પિક્ચરમાં ન હતું, પણ 20 દિવસમાં લિંબાયતને પાછળ મૂકી છે. કતાર ગામમાં 1160 જેટલા કેસ સામે આવ્યા છે. સુરતમાં 680 અંદાજે રત્ન કલાકારોના કેસ છે. જેમાં મોટાભાગના કતાર ગામના છે. સતત કેસ વધવાને પગલે મિની બજાર, હીરા બજાર માઈક્રો ક્લસ્ટર જાહેર કરીને બંધ કરાયું છે. કતાર ગામમાં હીરાના કારખાનામાં રત્ન કલાકારના કેસ પોઝિટિવ આવતા કેટલાક વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા છે. તો અનેક કારખાના બંધ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More