દિનેશ ચંદ્રાવાડીયા/ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોએ શહેરીજનોની ચિંતા વધારી છે. આજે નવા પાંચ કેસ તો છેલ્લા 24 કલાકમાં નવા 11 કેસ સામે આવ્યા છે. ધોરાજી તાલુકા અત્યાર સુધીમાં કુલ 28 કેસ નોંધાયા છે. આજે 2 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. શહેરમાં સતત વધી રહેલા સંક્રમણને કારણે સોની બજારના વેપારીઓએ એક સપ્તાહ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
એક સપ્તાહ બંધ રહેશે સોની બજાર
ધોરાજીમાં કોરોના પોઝિટિવ આ કેસમાં એકાએક ઉછાળો થતા ધોરાજીની સોની બજાર શુક્રવારથી શુક્રવાર આઠ દિવસ બંધ રાખવાની સોના-ચાંદી વેપારી એસોસિએશને જાહેરાત કરી છે.
ધોરાજી સોના-ચાંદી વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ કોરોનાના સંક્રમણ વધતા જવાને કારણે એક અગત્યનો નિર્ણય લીધો છે અને ધોરાજીમાં કોરોના પોઝિટિવનું સંક્રમણ વધતા સાવચેતીના પગલારૂપે ધોરાજીની સોની બજાર આવતીકાલ શુક્રવારથી આવતા શુક્રવાર આઠ દિવસ સુધી સંપૂર્ણ બંધ પાળશે. સોના-ચાંદીના એસોસિયેશનના હોદેદારોએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સોની બજાર એસોસિએશન સામે આવ્યું છે. એસોસિએશનના તમામ હોદેદ્દારોએ મળીને એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે