Corona Update : આખા દેશમાં કોરોનાના ફફડાટ ફેલાયો છે. હવે લોકોને ડર લાગી રહ્યો છે કે શું કોરોનાની ચોથી લહેર આવી ગઈ. સાથે જ લોકોને ફરીથી લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોનો આંકડો વધીને 265 ઉપર પહોંચ્યો. રાજ્યમાં હોમ આઈસોલેશનમાં 254 અને 11 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
વલસાડ જિલ્લામાં કોરોના રિટર્ન
વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કોરોનાના કેસ નોંધાયા છે. મેડિકલ કોલેજના 3 ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે. કોલેજની રેસિડેન્શિયલ હોસ્ટેલમાં રહેતા 3 ડોક્ટર કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્રણેયને રેસીડેન્સીયલ ક્વાર્ટરમાં આઈસોલેટ કરાયા છે. જિલ્લામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ પર આવ્યું છે.
આજે કોરોનાની મોકડ્રીલ
સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચવા રાજ્ય સરકાર તૈયાર છે. તમામ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે. ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ અવસ્થામાં છે કે નહિ તે ચેક કરાશે. રેગ્યુલર બેઝ પર આ ઓક્સિજન પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ 20 બેડની વ્યવસ્થા કોરોના માટે અલગ કરાઈ છે. જરૂરિયાત પડે તો વધુ બેડ ઉભા કરાશે. જોકે, હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી તેવું ગાંધીનગર સિવિલના RMO ડો.વિપુલાએ જણાવ્યું.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જાપાનથી આવ્યા નવા અપડેટ, ટ્રેનની શરૂ થઈ ટ્રાયલ
રાજકોટમાં એકસાથે 8 કેસ આવ્યા
રાજકોટની તક્ષશિલા સોસાયટીમાં કોરોના 8 કેસ નોંધાયા છે. 8 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંક 27 પર પહોંચ્યો છે. લોકોને ભીડથી દૂર રહેવા તેમજ માસ્ક પહેરવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
ચોથી લહેરનો ડર
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં ૧૨૦૦ થી વધુ સક્રિય કેસ નોંધાયા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ યુપીમાં કોરોનાના નવા પ્રકારોના દર્દીઓ સતત સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરોનાની ચોથી લહેરની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોવિડ-૧૯ એ ફરી એકવાર ભારતના દરવાજા ખટખટાવ્યા છે. ચીન, હોંગકોંગ અને સિંગાપોરમાં કેસોમાં વધારા પછી, હવે ભારતના ઘણા રાજ્યોમાં ચેપના કેસ અને મળત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. ચિંતાનો વિષય એ છે કે વાયરસના ચાર નવા પ્રકારો - IN.1, NB.1.8.1, LF.7 અને અન્ય એક પ્રકાર દેશભરમાં ફેલાઈ રહ્યા છે. આ પ્રકારો ઓમિક્રોનના પેટા પ્રકારો છે અને ઝડપથી ફેલાય છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા જોવા મળ્યા છે.
કોવિડના વધતા ખતરા વચ્ચે, બીએચયુના એક વૈજ્ઞાનિકે પણ એક મોટો દાવો કર્યો છે. પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જણાવ્યું હતું કે કોરોના JIN.1 નો આ નવો સબ વેરિઅન્ટ હવે સિંગાપોર, હોંગકોંગ, અમેરિકા પછી ભારતમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં શરૂઆતના કેસ જે રીતે વધી રહ્યા છે તે મુજબ, આગામી ૩ થી ૪ અઠવાડિયામાં તે તેની ટોચ પર હશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે