Home> Gujarat
Advertisement
Prev
Next

Corona: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ, 1 મૃત્યુ, 27 જિલ્લામાં શૂન્ય કેસ

ગુજરાતે હવે કોરોના સામે જંગ જીતી લીધો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 17 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 160ની નીચે આવી ગઈ છે. 

Corona: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ, 1 મૃત્યુ, 27 જિલ્લામાં શૂન્ય કેસ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 347 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 80 લોકોના કોરોનાને લીધે નિધન થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 815108 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. 

fallbacks

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દાહોદમાં 5 કેસ સામે આવ્યા છે. તો સુરત જિલ્લામાં 6 કેસ નોંધાયા છે. વડોદરામાં 2 અને અમદાવાદ જિલ્લામાં પણ બે કેસ સામે આવ્યા છે. ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. તો જામનગર જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે. ગુજરાતના 27 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. 

આ પણ વાંચો- રાજયના 677 બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે

રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 159 છે. જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 347 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 80 લોકોના કોરોનાને લીધે નિધન થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 815108 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.76 ટકા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ 39 લાખ 78 હજાર 413 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More