Home> Gujarat
Advertisement
Prev
Next

Corona: રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં મળી શકે છે છુટછાટ, જાહેર થશે નવી ગાઇડલાઇન

Corona in Gujarat: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેને જોતા રાજ્ય સરકાર કોરોના નિયંત્રણોમાં થોડી છુટછાટ આપી શકે છે.  

Corona: રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં મળી શકે છે છુટછાટ, જાહેર થશે નવી ગાઇડલાઇન

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે રાજ્ય સરકાર લોકોને રાત્રી કર્ફ્યૂ સહિત અન્ય નિયમોમાં છુટછાટ આપી શકે છે. રાજ્યમાં હાલ 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યૂની જાહેરાત થયેલી છે. હવે છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેને જોતા સરકાર લગ્નમાં થોડા વધારે લોકોની મંજૂરી આપી શકે છે. 

fallbacks

રાજ્યના 8 મહાનગર અને 19 નગરોમાં રાત્રી કર્ફ્યૂ
હાલના સમયમાં રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં છે. એટલે કે રાત્રે 10 કલાકથી સવારે છ કલાક સુધી કર્ફ્યૂનો અમલ થઈ રહ્યો છે. આ મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયું અમલમાં છે. તો 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં છે. 

આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં હુમલાનો ભોગ બનેલા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકનું મોત

લગ્નમાં વધુ લોકોને મળી શકે છે છુટછાટ
રાજ્યભરમાં હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લગ્ન સમારહોમાં 150 લોકોને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ રાજ્યમાં વસંત પંચમી પણ આવી રહી છે અને તે દિવસે મોટી સંખ્યામાં લગ્ન સમારહો યોજાવાના છે. તેને જોતા રાજ્ય સરકાર લગ્નમાં થોડા વધારે લોકોને મંજૂરી આપી શકે છે. 

બુધવારે સામે આવ્યા 8934 કેસ
જરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 8934 કેસ નવા સામે આવ્યા છે. તો બીજી તરપ 15,177 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,98,199 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 93.23 ટકાએ પહોંચી ચુક્યો છે. 

આ પણ વાંચોઃ તાંત્રિક વિધિ કરી કોંગ્રેસના બે નેતાઓનો ખાત્મો બોલાવવાનો પ્લાન, મહિલા નેતાનો ઓડિયો વાયરલ

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 6987 એક્ટિવ કેસ છે. જે પૈકી 246 વેન્ટીલેટર પર છે. 68941 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1098199 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10545 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ 34 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More