Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર : એક જ દિવસમાં નવા 170 કોરોના કેસ, હવે સાવધાન રહેવાની જરૂર

Gujarat Corona Cases : રાજ્યમાં દિવસેને દિવસે વકરતાં કોરોનાથી રહેજો સાવધાન... શુક્રવારે કોરોનાના નવા 170 કેસ નોંધાયા... રાજ્યમાં કોરોનાના હાલ કુલ 717 એક્ટિવ કેસ... 23 દર્દી હોસ્પિટલમાં, 694 દર્દી ઘરમાં જ લઈ રહ્યા છે સારવાર... 

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર : એક જ દિવસમાં નવા 170 કોરોના કેસ, હવે સાવધાન રહેવાની જરૂર

Corona Cases In Gujarat : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. અમદાવાદ બાદ રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 9 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરૂષ પોઝિટિવ છે. અમદાવાદના દર્દીઓમાં કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે. 

fallbacks
  • રાજ્યમાં આજે કોરોનાના 170 કેસ નોંધાયા 
  • રાજ્યમાં કોરોનાના કુલ 717 કેસ 
  • 23 કેસમાં હોસ્પિટલમાં સારવાર અર્થે 
  • 694 કેસ હોમ આઇસોલેશનમાં
  • 68 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

આ લક્ષણો દેખાય તો સાવધાન રહેજો 
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું કે, હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી/છીંક દરમિયાન નાકનું માઁ ઢાંકવું. જાહેર રથળોએ થૂંકવું નહિ. અવારનવાર સાબુથી હાથ ધોવા, રોનેટાઈઝરનો ઉપયોગ કરાવવો વગેરે કોવિક એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.

ચોમાસા માટે અંબાલાલ પટેલની ભવિષ્યવાણી : ગુજરાતમાં આ તારીખથી આવશે પહેલો વરસાદ

આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી 
આ ઉપરાંત કૉ-મોબીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દ૨ ૧ થી ૮ માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેRટંગ GBRC ગાંધીનગર ખાતે કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે JN. 1, L.F. 7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. WHO ના ધારાધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant અમાન્ય પ્રકારનો છે જેમાં ગભરાવાની જરૂર નથી.

રાજકોટકોરોનાના વધુ 9 કેસ નોંધાયા 
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. 6 પુરુષ અને 3 સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હીની હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 

બેન્ક એકાઉન્ટ માટે ડોક્યૂમેન્ટ આપતા પહેલા ચેતજો! આ ગેંગે કર્યો હજારો સાયબર ફ્રોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More