Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદથી 100, વડોદરામાં 41 દર્દીઓને નવી ડિસ્ચાર્જ પોલિસીથી હોસ્પિટલમાંથી રજા અપાઈ

રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે.  હોસ્પિટલેથી રજા મેળવનારા વ્યક્તિઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી. તેઓ એસિમ્ટોમેટિક દર્દી હતા અને છેલ્લા 10 થી વધુ દિવસથી અહીં દાખલ હતા. જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયુ  છે. હોસ્પિટલથી રજા મેળવનારા તમામ વ્યક્તિઓ આજે ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદથી 100, વડોદરામાં 41 દર્દીઓને નવી ડિસ્ચાર્જ પોલિસીથી હોસ્પિટલમાંથી રજા અપાઈ

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી અંદાજે 100થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે.  હોસ્પિટલેથી રજા મેળવનારા વ્યક્તિઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી. તેઓ એસિમ્ટોમેટિક દર્દી હતા અને છેલ્લા 10 થી વધુ દિવસથી અહીં દાખલ હતા. જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયુ  છે. હોસ્પિટલથી રજા મેળવનારા તમામ વ્યક્તિઓ આજે ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

fallbacks

બોલિવુડના આ અભિનેતાના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા 

વડોદરામાં 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા 
વડોદરામાં આજે સરકારની નવી ગાઇડલાઈન મુજબ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. વડોદરામાં 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. બે દિવસમાં વડોદરામાં કોરોનાના 93 દર્દીઓ વડોદરામાં સાજા થયા છે. તો અત્યાર સુધી 291 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. વડોદરામાં કોરોનાનો રિકવરી રેટ 55 ટકા પર પહોંચ્યો છે. હાલ કોરોનાના કુલ 528 દર્દીઓ શહેરમાં છે. 

વરેલીમાં પોલીસ પર હુમલો કરનાર 15 આરોપીને કોરોના, ગામમાં ફફડાટ ફેલાયો

મહેસાણામાં લક્ષણો વગરના 21 દર્દીઓને ડિસ્ચાર્જ મળ્યું 
મહેસાણા જિલ્લા માટે આજે મોટા રાહતના સમાચાર મળ્યા હતા. મહેસાણાના કુલ 29 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાશે. હવે જિલ્લામાં માત્ર 4 કોરોનાના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. મહેસાણામાં કુલ 33 કોરોના પોઝિટિવ પૈકી 29 દર્દીઓ સાજા થયા છે. વડનગર સિવિલમાં સારવાર લઈ રહેલ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે. બે વખત કરાયેલા રિપોર્ટ નેગેટિવ આવતા 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે. તો મહેસાણાની સાંઈ ક્રિષ્ના હોસ્પિટલમાંથી 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે. નવી ગાઈડ લાઈન મુજબ 10 દિવસ બાદ સારવાર દરમ્યાન લક્ષણો નહિ દેખાતા 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાશે. કુલ 33 માંથી 29 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાશે. અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં કુલ 42 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 8 ને ડિસ્ચાર્જ કરાયા અને એકનું મોત નિપજ્યું હતું. 

Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું  

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-19 નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું કે, કોવિડ 19 પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ દિવસો સુધી રહેવુ નહિ પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બીમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More