હનિફ ખોખર, જૂનાગઢ: જયારે ચીનમાંથી કોરોના રોગ ફેલાયો ત્યારે આ રોગ ચામાચીડિયામાંથી ફેલાયો હોવાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ પાછળથી વૈજ્ઞાનિકોએ એ વાતને રદિયો આપી કોરોના ચામાચીડિયાથી ફેલાતો ના હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ જૂનાગઢના લોકો આજે પણ ડરી રહ્યા છે અને એવું માની રહ્યાં છે કે તેમના માટે આ ચામાચીડિયા ઘાતક છે કારણ કે એક મકાનમાં ચામાચીડિયાની એક કોલોની હોવાથી ત્યાં જતા લોકો દરે છે અને વન વિભાગને ફરિયાદ કરી રહ્યા છે.
રાજકોટ: કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય
ચામાચીડિયાની કોલોનીથી લોકોમાં ડરનો માહોલ
જૂનાગઢના એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલા શ્રીનાથ નગર વિસ્તારના આદર્શનગરમાં આવેલા સ્વામી શાંતિ પ્રકાશ કોમ્યુનીટી હોલમાં હાલ તાળા મારી દેવામાં આવ્યા છે, કારણ કે આ કોમ્યુનીટી હોલમાં ચામાચીડિયાની એક મોટી કોલોની છે અને ઘણા વર્ષોથી આ મકાનના પોલાણના ભાગમાં 200 જેટલા ચામાચીડિયા વસવાટ કરે છે પરંતુ આ કોરોનાના રોગચાળામાં અહીંના લોકો આજે પણ એવું માની રહ્યા છે આ કોરોના રોગ ચામાચીડિયાથી ફેલાયો છે અને આ વિસ્તારમાં પણ આ ચામાચીડિયાના કારણે રોગ ફેલાઈ શકે તેમ છે. આ વિસ્તારના રહેવાસી અંકિત મદનાણી અને સમાજ અગ્રણી કહે છે કે લોકોમાં આ ચામાચીયાથી ખુબ ડર ફેલાયો છે, એટલે અમે વન વિભાગ અને નેચર ક્લબને જાણ કરી આ ચામાચીડિયાને દૂર કરવા વિનંતી કરી છે.
જામનગર: કોરોનાના વધુ બે કેસ સાથે આંકડો 26 થયો, ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 17મી સુધી વેપાર-ધંધા બંધ
common pipistrelle bat છે આ ચામાચીડિયા-પ્રણવ વઘાસીયા
જૂનાગઢમાં કોરોનાના કેર વચ્ચે લોકોને ચામાચીડિયાથી ડર લાગતો હોવાથી વન વિભાગ અને વન્ય જીવો માટે કામ કરતી સંસ્થા વસુંધરા નેચર ક્લબના પ્રણવ વઘાસીયાને આ વાતની જાણ થઇ તો તેમણે પહેલા તો ચામાચીડિયાના ફોટોગ્રાફ મંગાવ્યા. ફોટો જોતા જ વન્યજીવ નિષ્ણાંત પ્રણવ વઘાસીયાએ જણાવ્યું કે આ ચામાચીડિયા common pipistrelle bat છે અને તેને સ્થાનિક ભાષામાં કાનકડિયા પણ કહેવામાં આવે છે જે ભારત દેશમાં બધે જ જોવા મળે છે. પ્રણવ વઘાસીયા વન્ય જીવો ઉપર રિસર્ચ કરતી સંસ્થા IUCN એટલેકે International indian conservation of nature નો હવાલો આપતા જણાવ્યું કે આ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા ઉપર રિસર્ચ કરી જાહેર કર્યું છે કે ચામાચીડિયાથી કોરોના વાઇરસ ફેલાતો નથી, એટલે લોકોએ ચામાચીડિયાથી ગભરાવાની જરા પણ જરૂર નથી.
જુઓ LIVE TV
'માનવજીવ માટે ફાયદાકારક'
વસુંધરા નેચર ક્લબ ના સ્વયંસેવકો એ ટેલિફોન અને વિડિઓ કોલ દ્વારા લોકોને સમજાવ્યા હતા કે, ચામાચીડિયાથી કોઈ પ્રકારનું નુકશાન થતું નથી, ચામાચીડિયા એ પ્રકૃતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માનવ જીવ માટે ખુબજ ફાયદા રૂપ છે એટલે ચામાચીડિયાને આપણે નુકશાન કરવું જોઈએ નહીં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે