Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ એસટીમાં કોરોનાનો કહેર, 10 કર્મચારીઓ પોઝિટિવ જાહેર

રાજકોટ એસટીમાં કોરોનાનો કહેર, 10 કર્મચારીઓ પોઝિટિવ જાહેર
  • બપોરના 12.30 વાગ્યા સુધી 319 જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 10 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા.
  • અગાઉ એસટી વર્કશોપ ખાતે ટેસ્ટ કરવામાં આવ્યું હતું, ત્યારે 201 કર્મચારીમાંથી ૧૫ જેટલા કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે રાજકોટ બસ પોર્ટ ખાતે એસટી ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મનપાની આરોગ્ય વિભાગ ટીમ દ્વારા બપોરના 12.30 વાગ્યા સુધી 319 જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 10 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. તમામના રિપોર્ટ આવ્યા બાદ વિભાગીય કચેરીને જાણ કરવામાં આવશે. આ સાથે જ દરરોજ રાજકોટ શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન અને બસ પોર્ટ ને સેનીટાઇઝર કરવામાં આવી રહ્યું છે.

fallbacks

આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

અગાઉ એસટી વર્કશોપ ખાતે ટેસ્ટ કરવામાં આવ્યું હતું, ત્યારે 201 કર્મચારીમાંથી ૧૫ જેટલા કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ તમામ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે બોપર સુધીના ટેસ્ટ માં 319 કર્મચારીઓ માંથી 10 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. હજી સાંજ સુધીમાં 450 જેટલા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવશે. જેમાં વધુ પોઝિટિવ કેસ સામે આવે તેવી શક્યતા છે. 

આ પણ વાંચો : જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો

5 મહિનાથી બંધ પડેલી STની 10 વોલ્વો શરૂ કરવામાં આવી
કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન બાદ અનલોક 4 દરમિયાન એસટી વિભાગ દ્વારા 5 મહિનાથી બંધ પડેલી STની 10 વોલ્વો શરૂ કરવામાં આવી છે. જેમાં આજ રોજ રાજકોટ થી 60 ટકા પેસેન્જર સાથે વોલ્વો બસ સેવા ચાલુ કરવામાં આવી છે. ST નિગમ દ્વારા અનલોક-4 જાહેર થયા બાદ રાજ્યના 5 મહિનાથી બંધ પડેલા અનેક રૂટ પુનઃ શરૂ કર્યા છે. રાજકોટથી ડિલક્સ એક્સપ્રેસ, સ્લિપર કોચ શરૂ કર્યા બાદ આજથી રાજકોટથી ભાવનગર, મહુવા, દીવ, અમદાવાદ અને ભુજ રૂટ પર વોલ્વો સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. વોલ્વોનું ઓનલાઈન બુકિંગ કરવા પર યાત્રિકોને એસ.ટી નિગમ 10 ટકા વળતર પણ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ બસ સ્ટેન્ડમાં પેસેન્જનું સ્ક્રિનિંગ, સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં વધુ રૂટ શરૂ કરવામાં ST વિભાગ દ્વારા તૈયારી દાખવામાં આવી છે તેવું રાજકોટના ડેપો મેનેજર અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું. 

રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરમાં 46 કેસ સાથે કોરોના કુલ આંક 4196 પર પહોંચ્યો છે. ગઇકાલ સાંજના 5 વાગ્યા થી આજે 12 વાગ્યા સુધી નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત સીઆર પાટીલ સંસદ સત્રમાં નહિ આપી શકે હાજરી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More