Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાથી બચીને રહેવાના દિવસો આવી ગયા! અમદાવાદમાં અધધ...કેસ! ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા?

Gujarat Corona Cases: છેલ્લા એક સપ્તાહથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતમાં દૈનિક સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એમાં પણ અમદાવાદમાં પોઝિટિવ કેસો સતત વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

કોરોનાથી બચીને રહેવાના દિવસો આવી ગયા! અમદાવાદમાં અધધ...કેસ! ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા?

Corona Cases In Gujarat: ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 13 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે, ત્યારે એક્ટિવ કેસ 83થી વધી 109ને પાર કરી ગયું છે. હૃદયરોગથી પીડિત 67 વર્ષીય વૃદ્ધાને કોરોના થતાં સિવિલમાં દાખલ કરાયાં છે.

fallbacks

ચોમાસાની આગાહીમાં મોટો ફેરફાર; હવામાને બદલી આગાહી, જાણો ખેડૂતો માટે કેવું રહેશે વર્ષ

અમદાવાદ પછી હવે અન્ય શહેર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રો કહે છે. એકલા અમદાવાદમાં 89 કેસ સામે આવ્યા છે, 13 દર્દી સાજા થતા કોવિડ મુક્ત થયા છે, અત્યારે 76 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બાવળાના પનામા ગેસ્ટહાઉસમાં ચાલતું હતું કાળું કામ! એક મહિલા ડોક્ટર સહિત 3ની ધરપકડ
 
તાજેતરમાં જ કોરોનાના નવા વેરિએન્ટ એલએફ.7ની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય મોટા ભાગના કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીને સારવા માટે દાખલ કરાયા છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, 67 વર્ષીય મહિલા દર્દીનો રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, એ પછી સારવાર માટે સિવિલમાં લવાયા છે. આ દર્દીને હાયપરટેન્શન અને હૃદય રોગની તકલીફ છે. 

દૈનિક રાશિફળ 28 મે 2025: સિંહ રાશિના લોકોને પૈસા સંબંધિત ફાયદો થશે, આજનું રાશિફળ

દર્દીની હાલત ગંભીર નથી, કોવિડનો કયો વેરિએન્ટ છે તે જાણવા માટે જીનોમ સિકવન્સિંગ માટે નમૂના મોકલી અપાયા છે. તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 23 વર્ષીય યુવતીને ઓક્સિજન સહારે સારવાર આપવી પડી હતી. બીજી તરફ અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબોનું કહેવું છે કે માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દી હોમ આઈસોલેટ છે, જોકે ભીડભાડથી લોકોએ હાલ દૂર રહેવું જોઈએ, ગભરાવાને બદલે સાવચેતી રાખવી હિતાવહ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More