Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના સંક્રમણઃ વિજય રૂપાણી અને નીતિન પટેલ બુધવારે રાજકોટ-વડોદરાની એક દિવસની મુલાકાત લેશે


રાજકોટ અને વડોદરામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ બંન્ને શહેરની મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરશે. 

 કોરોના સંક્રમણઃ વિજય રૂપાણી અને નીતિન પટેલ બુધવારે રાજકોટ-વડોદરાની એક દિવસની મુલાકાત લેશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બુધવાર તા. ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની  સ્થિતિ ની સમીક્ષા માટે એક દિવસીય મુલાકાત લેશે. 
    
તેઓ બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ પહોચીને રાજકોટ શહેર તેમજ ગ્રામીણ ક્ષેત્રની કોરોના કોવિડ-19ની સ્થિતી સંદર્ભમાં કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ડી.ડી.ઓ તેમજ શહેર પોલીસ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજશે. 
    
મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી ત્યારબાદ સાંસદઓ, ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. 
    
વિજયભાઇ રૂપાણી અને  નીતિનભાઇ પટેલ IMA રાજકોટ બ્રાન્ચના અગ્રણી તબીબો અને રાજય સરકારના મહત્વપૂર્ણ ડૉકટરો સાથે પણ મિટીંગ કરવાના છે. 
    
તેઓ ત્યારબાદ રાજકોટમાં મિડીયા બ્રિફીંગ કરશે અને બપોર બાદ વડોદરા જવા રવાના થશે. 
    
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે રાજકોટ-વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ  અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાવાના છે. 

fallbacks

રાજ્યમાં બીજીવખત 1100થી વધુ કેસ, 24 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 58 હજાર નજીક 
    
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ અને આ વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોર બાદ ૩-૦૦ વાગ્યે વડોદરા પહોચશે. 
    
તેઓ વડોદરામાં પણ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતીની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટીતંત્ર-પંચાયત-પોલીસતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે. 
    
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજી સ્થિતીની વિગતો મેળવી માર્ગદર્શન આપવાના છે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કરીને મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત આવશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More