બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજ્યમાં લોકડાઉન વચ્ચે અન્ન અને પુરવઠા અંગેની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળના 66 લાખ કુટુંબોને ઘઉં, ચોખા, દાળ , ખાંડ અને મીઠું વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું છે. 50 લાખ કુટુંબોને અત્યાર સુધી લાભ મળી ચૂક્યો છે. 80 ટકાથી વધુ લોકોને રાશન પહોંચ્યું છે. રાજ્યમાં 3.40 લાખ કુટુંબો ગરીબી રેખા હેઠળ છે, પણ તેમનો સમાવેશ NFSA હેઠળ ન હતો. આવા કુટુંબોને પણ મફતમાં અનાજ મળશે. અન્નબ્રહ્મ યોજનાનો લાભ અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો, મજૂરોને મળશે. આજે રાજ્યમાં 47.11 લાખ લીટર દૂધની આવક થઈ અને વિતરણ પણ થયું. આ અંગે કોઈ તકલીફ હોય તો લોકો 1077 પર ફરિયાદ કરી શકે છે. અત્યાર સુધી અલગ અલગ જિલ્લાઓમાં 15 હજારથી વધુ ફરિયાદો મળી છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે 2.35 લાખ પાસ ઇસ્યુ કર્યા છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે 37 લાખ ફૂડ પેકેટ 8 મહાનગરોમાં વિતરણ કર્યા છે. ફક્ત ગઈકાલે જ 16 લાખ ફૂડ પેકેટનું વિતરણ થયું છે.
દૂધની થેલી-શાકભાજી-રૂપિયાને અડવાથી કોરોના ફેલાય છે? જવાબ વાંચીને જ ઘરથી બહાર નીકળજો
તેમણે વધુમાં જણાવ્યું કે, જે વિસ્તારોમાંથી પણ રજૂઆત આવશે તો જરૂર પડે સમય મર્યાદા વધારવામાં આવશે. કોઈ પણ લાભાર્થી કુટુંબ બાકી ન રહે તે અમારો લક્ષ્યાંક છે. 1-2 ગેરરીતિ ના કિસ્સા સામે આવ્યા છે તેની પર અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે