અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2272 કેસ સામે આવ્યા છે. જેમાં 60 ટકાથી વધુ કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આજે શહેરમાં વધુ 61 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. તો સૌથી વધુ મૃત્યુઆંક પણ અમદાવાદમાં જોવા મળ્યો છે. આજે વધુ ચાર લોકોના મૃત્યુ અમદાવાદમાં થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 57 લોકોએ આ વૈશ્વિક મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં ડિસ્ચાર્જ કરતા મૃત્યુઆંક વધુ
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 1434 કેસ સામે આવ્યા છે. મોટાભાગના કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો અમદાવાદમાં મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય છે. કોરોના વાયરસથી અત્યાર સુધી શહેરમાં 56 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો મૃત્યુઆંક 57 છે.
ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ચુકવવા પડશે 5થી 7 લાખ રૂપિયા
અમદાવાદમાં સૌથી વધુ હોટસ્પોટ વિસ્તારો
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં 14 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયા, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર દરવાજા, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડાનો સમાવેશ થાય છે.
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ?
મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે