Home> Gujarat
Advertisement
Prev
Next

....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા

આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. આવા દાવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરવામાં આવ્યો છે. 

....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા

ઝી મીડિયા/બ્યૂરો :આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. તેવી વાત અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, કોરોનાનો ચેપ કેટલા ઝડપથી ફેલાઈ રહ્યો છે તે તેના કેસ ડબલિંગ રેશિયો પરથી જાણી શકાય છે. અમદાવાદમાં 17 એપ્રિલના રોજ 600 કેસ હતા, જે 20 એપ્રિલના રોજ ડબલ થઈને 1200થી વધુ થઈ ગયા. 17થી 20 એપ્રિલ વચ્ચે કેસ ડબલિંગ વધી ગયું. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હવે કેસ ડબલિંગ રેશિયો ચાર દિવસનો થઈ ગયો છે. દર ચોથા દિવસે કેસ ડબલ થાય છે. જો આમને આમ કેસ વધતા રહેશે તો 15 મે સુધીમાં લગભગ 50 હજાર કેસ થાય અને 31 મે સુધી 8 લાખ કેસ થઈ જાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 151 કેસ અને 7 લોકોના મોત થઈ ગયા છે.

fallbacks

Updates : ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના. સુરતમાં કોર્પોરેટરના માતાનો રિપોર્ટ પોઝિટિવ

કોરોના પીડિત વૃદ્ધોના થઈ રહેલા મોત મામલે તેમણે જણાવ્યું કે, ઘરની અંદર પણ સીનિયર સિટીઝનને જુદા રાખીએ. તેમની સંપૂર્ણ કાળજી લો. ઘરની દરેક વ્યક્તિ તેમના સંપર્કમાં વાત કરતા વખતે પણ કાળજી લે. સિનીયર સિટીઝનને ચેપ લાગે તો તેમના કેસમાં મૃત્યુદર વધુ છે. કોઈ પણ જાતની તેઓને બીમારી હોય તો તેઓને સાચવવાની બહુ જ જરૂરી છે. વાયરસનો ચેપ આગામી દિવસોમાં વધવાનો છે. અત્યાર સુધીના તમામ મૃત્યુ ગંભીર બીમારીવાળાન થઈ રહ્યાં છે. તમામ અમદાવાદીઓને વિનંતી છે કે આ માટે તમે વિચારતા થાઓ. પોતપોતાના સ્તરે પગલા લેતા રહો. વડીલોને સાચવવાની યંગસ્ટર્સની જવાબદારી છે. 

ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં આજથી કરફ્યુ હટાવી લેવાયો છે. જેમાં અમદાવાદ શહેર પણ હતું. પરંતુ અમદાવાદમાં જાણે લોકોને કોઈ ડર રહ્યો નથી, તેમ કરફ્યુ હટ્યા બાદ લોકો બિન્દાસ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તો સાથે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ક્યાંય જોવા મળ્યું ન હતું. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે, તેમ છતાં લોકો નિષ્કાળજી દાખવી રહ્યાં છે. આવામાં એ દિવસો દૂર નહિ હોય જ્યાં દેશમાં અમદાવાદ શહેર કોરોનાના કેસ મામલે ટોપ પર પહોંચી જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More