Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ, રીતસરની પડાપડી થઈ

પ્રધાનમંત્રી મોદીએ કરેલી કોરોના વાયરસ (corona virus) થી બચવા માટેની જનતા કરફ્યૂ (#JantaCurfewChallenge) ની અપીલથી સમગ્ર દેશમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંકને ક્યાંક લોકો તેનો ભાવાર્થ અલગ સમજી રહ્યાં છે. દેશની જનતાને માત્ર કેટલાક સૂચનો કર્યા છે, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિથી દૂર રહી શકાય અને લોકો પણ સાવચેતી રાખવાના તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અત્યારે ઠેર ઠેર શોપિંગ મોલમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી છે. આવા જ દ્રશ્યો અમદાવાદના શોપિંગ મોલમાં જોવા મળ્યા, જ્યાં રીતસરની લોકોએ પડાપડી કરી હતી. 

ગુજરાતમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ, રીતસરની પડાપડી થઈ

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદીએ કરેલી કોરોના વાયરસ (corona virus) થી બચવા માટેની જનતા કરફ્યૂ (#JantaCurfewChallenge) ની અપીલથી સમગ્ર દેશમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંકને ક્યાંક લોકો તેનો ભાવાર્થ અલગ સમજી રહ્યાં છે. દેશની જનતાને માત્ર કેટલાક સૂચનો કર્યા છે, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિથી દૂર રહી શકાય અને લોકો પણ સાવચેતી રાખવાના તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અત્યારે ઠેર ઠેર શોપિંગ મોલમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી છે. આવા જ દ્રશ્યો અમદાવાદના શોપિંગ મોલમાં જોવા મળ્યા, જ્યાં રીતસરની લોકોએ પડાપડી કરી હતી. 

fallbacks

CoronaVirus : ‘થાય એટલું ભેગુ કરો...’ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થવા લાગી

22 માર્ચે રવિવારે જનતા કરફ્યૂ છે અને આવા સમયે કોઈપણ વસ્તુ લેવા બહાર ન નીકળવુ પડે તે માટે લોકો મોલમાં તૂટી પડ્યાં છે. જીવન જરૂરી વસ્તુઓ ખૂટી ન પડે અને પાછળથી પરેશાન ન થવું પડે તેટલો વધુ માત્રામાં સ્ટોક ઘરમાં એકઠો કરી રહ્યાં છે. ઝી 24 કલાકની ટીમે આવા જ એક શોપીંગ મોલની મુલાકાત લીધી હતી. 

પ્રધાનમંત્રી મોદી સતત કહેતા રહ્યા છે કો જનતાને કોઈ વસ્તુ માટે પરેશાન નહીં થવુ પડે આપણી પાસે પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો ડરના માર્યા કરિયાણાની દુકાનો મોલની બહાર લાઈન લગાવી તાપમાં ઉભા રહ્યાં છે. તેમજ જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને એકઠી કરી રહ્યાં છે. 

ગુજરાતમાં corona virusના દર્દીનો આંકડો 8 પર પહોંચ્યો, વડોદરામાં ત્રીજો પોઝીટિવ કેસ નોંધાયો

કોરોના વાયરસથી સિનીયર સિટીઝન્સને સાવચેત રેહવાની વાત કરવામાં આવે છે. પરંતુ જામનગરમાં વહેલી સવારથી પોસ્ટ ઓફિસની બહાર પેન્શન માટે વૃદ્ધોની લાઈનો લાગી હતી. વૃદ્ધ સહાય પેન્શન યોજનાના રૂપિયા મેળવવા 100થી પણ વધુ વૃદ્ધોએ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. લોકોના આક્ષેપ છે કે પોસ્ટ વિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે કલાકો સુધી ઉભા રહેવા છતાં પણ વૃદ્ધોને સમયસર રૂપિયા મળતા નથી. 

તમામ રાજ્યોના સીએમ અને આરોગ્ય મંત્રીઓએ સાથે પીએમ મોદીની વીડિયો કોન્ફરન્સ યોજાઈ. ત્યાર બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભીડ ભેગી ના થાય તે દરેક રાજ્યોને કહ્યું છે. લોકો જરૂર કરતાં વધારે કરિયાણું ભેંગુ ના કરે. સેનેટાઈઝર અને માસ્ક વ્યાજબી ભાવે વેચવાનો પણ આદેશ કર્યો છે. જીવન જરૂરી ચીજોનું વિતરણ અટકે નહિ તેનું ધ્યાન રાખવામાં આવશે. નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. સેનેટાઈઝર અને માસ્ક વ્યાજબી ભાવે વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિનજરૂરી વસ્તુઓ સંગ્રહ નહીં કરવા સરકારની અપીલ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વૃદ્ધો, દિવ્યાંગો, વિધવાઓને 1 મહિનાનું એડવાન્સ પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે. APL, BPL રેશનકાર્ડ ધારકોને બે માસનું રાશન એન્ડવાન્સમાં આપી દેવામાં આવશે. સાથે જ મોલમાં કપડાં, રમકડાં જેવી વસ્તુઓ વેચવા સામે રોક લગાવવામાં આવી છે. મોલમાં માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. એટલે કે મોલ હવે કરિયાણાની દુકાન જે ચીજો વેચે છે એટલી જ ચીજો વેચી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More