Home> Gujarat
Advertisement
Prev
Next

ઠંડાપીણા, આઇસ્ક્રીમ કે ફ્રોઝન ફુડથી નથી ફેલાતો કોરોના, સરકારે ઉત્પાદન વેચાણને મંજુરી આપી

રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં કમિશ્નર દ્વારા આજે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર લખીને સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું નથી. માટે ઠંડા પીણા, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય સામગ્રીને  છુટછાટ આપવામાં આવે. આ ઉપરાંત આ વસ્તુઓનાં ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણવગર અટકાવવામાં ન આવે તે જરૂરી છે.

ઠંડાપીણા, આઇસ્ક્રીમ કે ફ્રોઝન ફુડથી નથી ફેલાતો કોરોના, સરકારે ઉત્પાદન વેચાણને મંજુરી આપી

ગાંધીનગર : રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં કમિશ્નર દ્વારા આજે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર લખીને સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું નથી. માટે ઠંડા પીણા, આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય સામગ્રીને  છુટછાટ આપવામાં આવે. આ ઉપરાંત આ વસ્તુઓનાં ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણવગર અટકાવવામાં ન આવે તે જરૂરી છે.

fallbacks

અમદાવાદમાં 15 તારીખથી લોકડાઉનમાં શરતી છુટછાટ, શાકભાજી કરિયાણું મળશે પણ આ શરતે

જો કે આ ઉત્પાદન દરમિયાન વિવિધ પ્રોડક્શન યુનિટે પણ જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. જેમાં સ્વચ્છતાનું ધોરણ મહત્તમ જળવાઇ રહે તે જરૂરી.  આ ઉપરાંત કામદારો દ્વારા સામાજીક અંતર જાળવવામાં આવે તે જરૂરી છે. જે ખાદ્ય પદાર્થનું ઉત્પાદન, વેચાણ તથા વિતરણ સાથે સંકળાયેલા તમામ એકમોને લાગુ પડશે.

ઇ ટિકિટના આધારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ, નિયમોનું કડક પાલન કરાવાશે: ડીજીપી

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આઇસ્ક્રીમ અને અન્ય ફ્રોઝન ફુડનાં ઉત્પાદન પર પ્રતિબંધ હતો અથવા તો આ એકમો સ્વયં જ બંધ જેવું હતું. જો કે હવે સ્પષ્ટતા કરવામાં આવતા સરકાર દ્વારા તેના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશનને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા તેને છુટછાટ આપી દેવાઇ છે. જેથી હવે કોલ્ડડ્રીંક, આઇસક્રીમ સહિતનાં ફ્રોઝન ફુડનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More