હિતલ પારેખ/ગાંધીનગર :અત્યાર સુધી કોરોના વાયરસ કઈ વસ્તુ પર કેટલા દિવસ જીવંત રહે છે તેની માહિતી આવતી હતી. પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર રિસર્ચ થતું હતું. પરંતુ ગુજરાતના બે પ્રોફેસરોએ અનોખું રિસર્ચ કરીને શોધ્યું છે કે, કોરોના વાયરસ ગંદા પાણીમાં પણ મળી આવ્યો છે. IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમાર અને પ્રોફેસર અરવિંદ પટેલે 51 યુનિવર્સિટીઓ સાથે મળીને રિસર્ચ કર્યું છે. જેમાં આ તમામ સંશોધકોએ નાળાં-વોકળામાં વહેતાં ગંદાં પાણીના ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ ગંદાં પાણીનાં સેમ્પલમાં કોરોના વાઈરસના કણો મળી આવ્યા છે. તો ભારતમાં નાળાંનાં ગંદાં પાણીમાં કોરોના વાઇરસની હાજરી મળી છે. દેશમાં આ પ્રકારનું પહેલું રિસર્ચ સામે આવ્યું છે.
આઈઆઈટી ગાંધીનગરના આ બંને પ્રોફેસર દ્વારા ગંદા પાણીમા કોરોના વાયરસનું સંશોધન કર્યું છે. આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર મનીષ કુમાર અને અરવિંદ પટેલ દ્વારા વેસ્ટ વોટરનું સંશોધન કરી તેમાં કોરોના વાયરસના જિન મળ્યા હતા. જેના સંશોધન થકી એ જાણી શકાયું છે કે, જે-તે વિસ્તારમા કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ કયા પ્રકારની છે. કોરોના વાયરસના ટેસ્ટની સાથે વેસ્ટ વોટરનું ટેસ્ટ કરવામાં આવે તો સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા મદદરૂપ થઈ શકે છે. વળી એ સિમ્પટોમેટિક લોકોમાં લક્ષણ દેખાય તે પહેલાં જ જાણી શકાય છે કે વિસ્તારમા કોઈ સંક્રમિત છે કે નહિ.
આ રિસર્ચ દ્વારા કરવામાં આવતા સંક્રમણના ટેસ્ટના ફાઇન્ડિંગમાં એ પણ જાણવા મળ્યું છે કે, વેસ્ટ વોટરમાં કોરોના વાયરસ માત્ર 3 કલાક જીવિત રહી શકે છે અને આવનાર સમયમાં આ રિસર્ચ સબમિટ પણ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે