Corona Virus Update: ગુજરાતમાં કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યારે તંત્રની સાથે સાથે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રોજે રોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં હાલ 2136 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 વેન્ટીલેન્ટર પર છે અને 2128 લોકોની હાલત સ્ટેબલ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી 1268294 લોકોએ કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા છે. જ્યારે 11053 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે.
આજે પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં 141 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 30, રાજકોટ શહેરમાં 29, મોરબી અને વડોદરામાં 22 -22 કેસ, મહેસાણામાં 16, સુરત શહેરમાં 15, અમરેલીમાં 14 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ બનાસકાંઠામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પાલનપુર, થરાદ અને ડીસામાં કોરોનાના દર્દી મળી આવ્યા છે. કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે