ચેતન પટેલ, સુરતઃ સુરતમાં કોરોના વાયરસ (Corona Virus)નો કેર યથાવત છે. અનેક લોકો તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે સુરતના વધુ એક કોર્પોરેટર રાકેશ માળી કોરોનાથી પોઝિટિવ થયા છે. કોર્પોરેટરનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશન થયા છે. આમ અત્યાર સુધી સુરતમાં કુલ 10 કોર્પોરેટર કોરોનાનો શિકાર બન્યા છે.
શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરતમાં કોરોના વાયરસના સંક્રમણની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 20154 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 273 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 623 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં કોરોનાની સારવાર બાદ 16727 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 94 હજારને નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1282 નવા કેસ સામે આવ્યા હતા. તો રાજ્યમાં મૃત્યુઆંક પણ 3 હજાર નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી 2991 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 75,762 દર્દીઓ સાજા થયા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે