Home> Gujarat
Advertisement
Prev
Next

પ્લાસ્ટિક આપી ભોજન લો! હવે ગુજરાતના આ જાણીતા કાફેનો બન્યો એક અનોખો રેકોર્ડ, ચારેબાજુ ચર્ચા

Plastic free cafe: જૂનાગઢમાં આઝાદ ચોકમાં જૂની સિવિલ હોસ્પિટલમાં જ શરૂ કરવામાં આવ્યું હોય શહેરની વચ્ચે જ આવેલું છે. તેમજ આ કાફેનું સંચાલન સખી મહિલા મંડળ કરી રહ્યું છે. આ અંગે રેખા ગણાત્રા જણાવે છે કે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે પ્લાસ્સાટીકના વજનના બદલામાં સાત્વિક અને શુદ્ધ નાસ્તો તથા ભોજન આપે છે. 

પ્લાસ્ટિક આપી ભોજન લો! હવે ગુજરાતના આ જાણીતા કાફેનો બન્યો એક અનોખો રેકોર્ડ, ચારેબાજુ ચર્ચા

Plastic free cafe: અશોક બારોટ/જૂનાગઢ: ગત જુલાઇ 2022માં તત્કાલીન જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે જૂનાગઢની ઓળખ બની ચૂક્યું છે. દોઢ વર્ષમાં આ કાફે દ્વારા 3000 કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. જેની સામે 2000 કિલો નાસ્તો આપવામાં આવ્યો હતો, જે એક અનોખો રેકોર્ડ કહી શકાય તેમ છે.

fallbacks

તમામ PI, અધિકારીઓનું આવી બન્યું! જાણો પોલીસ સ્ટેશન બને ત્યારે શું પ્રાર્થના કરાય છે

આ કાફે જૂનાગઢમાં આઝાદ ચોકમાં જૂની સિવિલ હોસ્પિટલમાં જ શરૂ કરવામાં આવ્યું હોય શહેરની વચ્ચે જ આવેલું છે. તેમજ આ કાફેનું સંચાલન સખી મહિલા મંડળ કરી રહ્યું છે. આ અંગે રેખા ગણાત્રા જણાવે છે કે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે પ્લાસ્સાટીકના વજનના બદલામાં સાત્વિક અને શુદ્ધ નાસ્તો તથા ભોજન આપે છે. 

ગુજરાતી કંપની લોન્ચ કરશે 2024નો પ્રથમ IPO, ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે શેર

ખાસ કરીને અહી ઘઉંના પાસ્તા, બાજરીના અને જુવારના રોટલા , ઓર્ગેનિક શાકભાજી તેમજ આલુ પરાઠા, પૌહા, થેપલા જેવી વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. સાથે જ નાગરવેલનાં પાનનું શરબત, લીંબુ ફુદીના શરબત, વરિયાળી નું શરબત જેવા વિવિધ સ્વાસ્થ્ય વર્ધક શરબતો અને જ્યુસ પણ આપવામાં આવે છે.

ઢાંકણીમાં પાણી...લેવાને બદલે સ્ટેજ પર ચઢ્યાં, સી-ગ્રેડથી પણ જાય એવી છે આ મનપા!

એક પ્લાસ્ટિક મુક્ત અભિગમના ભાગ રૂપે કોઈ અર્ધો કિલો પ્લાસ્ટિક લાવશે તો તેને કાફેનું સરબત મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત એક કિલો પ્લાસ્ટિક લાવશે તેઓને નાસ્તો ફ્રી આપવામાં આવશે. 1 જુલાઈના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ રૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે. કાફેમાં 6 ટેબલ અને 16 વ્યક્તિઓ એક સાથે બેસી શકશે અને અહીથી બનાવેલી વસ્તુઓ ઓનલાઈન ખાનગી સર્વીઝીઝ દ્વારા પણ પહોચાડવામાં આવશે. સાથે કેસલેસ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

તમામ PI, અધિકારીઓનું આવી બન્યું! જાણો પોલીસ સ્ટેશન બને ત્યારે શું પ્રાર્થના કરાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More