Home> Gujarat
Advertisement
Prev
Next

પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધતો હતો

Couple Suicide Together : પાવાગઢની તળેટીમાં કારમાં બે દિવસ પહેલા એક યુવક અને યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા. હિંમતનગરના રહેવાસી બંને પ્રેમી પંખીડાની માહિતી સામે આવી

પાવાગઢની તળેટીમાં કારમાં મૃત મળેલા યુવક-યુવતીની ઓળખ થઈ, પરિવાર બે દિવસથી બંનેને શોધતો હતો

Pavagadh News : પાવાગઢની તળેટીમાં બે દિવસ પહેલા એક કારમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. રહસ્યમયી સંજોગોમાં મળેલા મૃતદેહોની ઓળખ થઈ છે. યુવક અને યુવતી હિંમતનગરના આકોદરા ગામના રહેવાસી શ્રેયા પ્રજાપતિ અને આઝાદ રેહવર નીકળ્યા છે. બંને બે દિવસ પહેલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, પરિવાર બે દિવસથી તેમને શોધી રહ્યો હતો.  

fallbacks

પાવાગઢની તળેટીમાં લાવારિશ કાર મળી
બે દિવસ પહેલા પાવાગઢની તળેટીમાં એસટી બસ સ્ટેન્ડ સામે 28 જૂનના રોજ એક ઈનોવા કાર પાર્કિંગમાં પડી હતી. આ ગાડીમાં એક યુવક અને યુવતી બેસેલા હતા. 29 જુનના રોજ પણ કાર એ જ જગ્યા હતા, અને યુવક-યુવતી કારમાં એ જ પોઝિશનમાં બેસેલા હતા. બંનેમાં કોઈ હલનચલન થઈ રહી ન હતી. જેથી સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતુ. આ બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. 

પોલીસે આવીને તપાસ્યું તો, ઈનોવા કારનું એન્જિન અને એસી ચાલુ હતું, અને અંદર યુવક યુવતી હતી. આ જોઈ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. પોલીસે ગાડીનો લોક ખોલતા પાછળની સીટ પર યુવક-યુવતીના મૃતદેહ પડ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ બાદ પોલીસે મૃતક યુવક-યુવતી કોણ છે તેની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. 

અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા

ઘટનાના બે દિવસ બાદ મૃતક યુવક યુવતીની ઓળખ થઈ હતી. યુવકની ઓળખ આઝાદ મહેન્દ્રકુમાર રહેવર તથા યુવતીનું નામ શ્રેયા કમલેશકુમાર પ્રજાપતિ હોવાનુ સામે આવ્યુ. બંને હિંમતનગરના આકોદરા ગામના વતની છે. બંને 26 જુનના રોજ સાંજે કોઈને કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદથી બંને જણા ગુમ હતા. યુવતીના પિતાએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી. 

આપઘાત કરવાનું કારણ
આ બાદ બંને પાવાગઢની તળેટીમાં મળી આવેલી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક આઝાદ પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે એક ભાઈ હતો. તે ગાડી વોશિંગનો બિઝનેસ કરે છે. જ્યારે શ્રેયાએ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલ કોલેજ કરી રહી હતી. આપઘાત કરવાનું કારણ સામે આવ્યું કે, બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતા હતા. પરંતું બંનેનું એક થવું શક્ય ન હોવાથી તેમણે મોતનું અંતિમ પગલુ ભર્યુ હતુ. તેથી નાસ્તામાં ઝેરી દવા નાંખીને ખાઈ ગયા હતા.  

ગુજરાતમાં ચોમાસાની બીજી ઈનિંગ શરૂ, બે મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More