Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલી વધી, કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર

અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલી વધી, કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર

મૌલિક ધામેચા/ અમદાવાદ: અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા અને 304 મુજબની કલમનો ઉમેરો કરવાનો પોલીસ રિપોર્ટ પણ મંજૂર કર્યો છે. જેને પગલે પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે.

fallbacks

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક બનેલા ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આરોપીની વધુ પુછપરછ કરવા અને 304 મુજબનો ગુનો દાખલ કરવા અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ગ્રામ્ય કોર્ટ સમક્ષ મંજૂરી માંગી હતી. આ કેસમાં પોલીસે હાલ 304 મુજબનો ગુનો નોંધ્યો છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનવવધનો ગુનો બનતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો:- હિટ એન્ડ રન : પર્વ શાહ સાથે ભાગેલા મિત્રોને પણ પોલીસે પકડ્યા, હાલ પૂછપરછ શરૂ 

ઉલ્લેખનીય છે કે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા અને 304 મુજબની કલમનો ઉમેરો કરવાનો પોલીસ રિપોર્ટ પણ મંજૂર કર્યો છે. જેને પગલે પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે, અદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આરોપી યુવક પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. ત્યારે તેની સાથે ભાગી ગયેલા મિત્રોને પણ પોલીસે પકડી લીધા છે. 

આ પણ વાંચો:- યોગ્ય સમયે સરકાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય કરશે : ગણપત વસાવા

ત્રણેય મિત્રોની બે કલાક પૂછપરછ કરી
સેટેલાઈટ પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા, જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આ તમામ યુવકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે. પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધાયા હતા. 

આ પણ વાંચો:- અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ

કારમાં ચાર યુવકો સાથે હતા
જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે શૈલેશ શાહની કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાં એક હતો તેમનો દીકરો પર્વ શાહ. પર્વની સાથે રિષભ શાહ, દિવ્ય શાહ અને પાર્થ શાહ પણ સવાર હતા. જેમાંતી રિષભ શાહ અને દિવ્ય શાહ બે ભાઈઓ છે. ચારેય યુવકો અકસ્માત બાદ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા. એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જોકે હજાર થયેલા 3 મિત્રો માંથી એક મિત્રને પગમાં ઇજા થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More