અમદાવાદઃ એલજી હોસ્પિટલના ફરજ મોકુફ સુપરિન્ટેન્ડેન્ટ આર.સી.શાહને વધુ એક ફટકો પડ્યો છે. રૂપીયા 40 હજારની લાંચ કેસમાં આર.સી.શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલી વચગાળાની રાહત પણ કોર્ટે રદ્દ કરી છે. આર.સી.શાહ પર સાઇન બોર્ડના બીલ પાસ કરાવવા માટે રૂપિયા 40 હજારની લાંચ માંગી હોવાનો આરોપ છે. જો કે કોર્ટે અગોતરા જામીન રદ્દ કરતા હવે એસીબીએ આર.સી.શાહની ધરપકડ માટે કવાયત શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે