Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પાટીલના 22 કિમી લાંબા રોડ શોમાં ભગવો છવાયો, કેસરી સાફા સાથે કાર્યકર્તા જોડાયા

અમદાવાદમાં પાટીલના 22 કિમી લાંબા રોડ શોમાં ભગવો છવાયો, કેસરી સાફા સાથે કાર્યકર્તા જોડાયા
  • પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે
  • રોડ શોમાં ઠેર ઠેર સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :આજે મહાનગર પાલિકા માટે પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં અંતિમ દિવસે ભાજપે મતદારોને રીઝવવા માટે બાઈક રેલીનું તિકડમ અપનાવ્યું છે. અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો વિશાળ રોડ શો નીકળ્યો છે. જેમાં ભગવો રંગ છવાયો છે. રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓએ ભગવા રંગનો સાફો પહેર્યો છે. જેથી અમદાવાદના રસ્તા પર ભગવો રંગ છવાયો હોય તેવું લાગી રહ્યું છે. તો અનેક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોએ ફૂલોથી સીઆર પાટીલનું સ્વાગત કર્યું હતું. 

fallbacks

આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી

22 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો નીકળ્યો 
પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (cr patil) નો અમદાવાદમાં મેગા રોડ શો આગળ વધી રહ્યો છે. જેમાં 7 વિધાનસભા વિસ્તાર અને 17થી વધુ વોર્ડમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 22 કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શો ( road show) થી પ્રચારના અંતિમ દિવસે ભાજપ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, શહેર પ્રભારી, શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે. જેમાં બે સ્થળો પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સભાને પણ સંબોધશે. પરંતુ હાલ જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ મતદારો પ્રચંડ સમર્થન આપી રહ્યા છે. તો સાથે જ કેસરી કલરના ફુગ્ગા હવામાં છોડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : IPL Auction માં ગુજરાતના 5 કિક્રેટર્સને લોટરી લાગી, 6 વર્ષ બાદ પૂજારાની IPLમાં વાપસી

fallbacks

અમદાવાદમાં ફરીથી જીતનો દાવો
સુરતમાં રોડ શોમાં તમામ બેઠકો જીતવાનો દાવો પાટીલે કર્યો છે. ત્યારે અમદાવાદ (ahmedabad) ના રોડ શો વિશે પાટીલે કહ્યું કે, મોટો મેસેજ રેલી દ્વારા જઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારના કાર્યકર્તાઓ તેમાં જોડાયા છે. 25 વર્ષથી ભાજપ લોકોના સહયોગથી સત્તા સંભાળે છે. લોકોની સેવા કરે છે. તેથી લોકોને વિશ્વાસ છે કે તે ફરીથી સત્તા પર આવશે. ભાજપમાં સંયુક્ત આગેવાની હોય છે. મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છે. તેથી બાકીના આગેવાનો અલગ અલગ રાજ્યોમાં રેલીમાં છે. લોકોને વિનંતી છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને વધુને વધુ મતદાન કરે. 

આ પણ વાંચો : નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ 

ઠેર ઠેર પાટીલનું સ્વાગત કરાયું 
રોડ શોમાં ઠેર ઠેર સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો કુબેરનગર વોર્ડમાં ઘોડા, હાથી અને ઢોલ નગારા સાથે સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવનાર છે. હીરાવાડી ખાતે પાટીલનું સ્વાગત કરાશે. જે માટે સ્થાનિક કાર્યકર્તાઓે સ્ટેજ બનાવ્યો છે. ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે પણ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાશે. હાલ સ્થાનિક નાગરિકો ગરબા કરીને સ્વાગત માટે થનગની રહ્યા છે. તો સાથે જ રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તા કેસરી રંગના સાફા સાથે જોડાયા છે. જે સમગ્ર રેલીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More